Home Gujarat Flipkart Amazon Delivery Fraud Exposed

ફ્લિપકાર્ટ–એમેઝોન ડિલિવરી ફ્રોડનો પર્દાફાશ : આંતરરાજ્ય ગેંગના 5 આરોપી ઝડપાયા, ₹20.52 લાખનો મુદ્દામાલ જપ્ત

ફ્લિપકાર્ટ–એમેઝોન ડિલિવરી ફ્રોડનો પર્દાફાશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 09:59 AM IST

ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ઓર્ડર કરાયેલી મોંઘી પ્રોડક્ટ્સ સાથે છેતરપિંડી કરતી એક આંતરરાજ્ય ગેંગને અમદાવાદ ડી.સી.બી. પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે. આરોપીઓ કુરિયર સર્વિસ અને ડિલિવરી બોયની મદદથી ગ્રાહકોને પહોંચતી પ્રોડક્ટ્સ સાથે ગોઠવણપૂર્વક ફ્રોડ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

આરોપીઓ પોતાના મળતીયા ડિલિવરી બોયને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજસ્થાનના જાલોર શહેરોમાં રખાવડાવતા હતા. ત્યારબાદ અન્ય આરોપીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોનના અલગ–અલગ ફેક આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી મોંઘી પ્રોડક્ટ્સ જુદા જુદા સરનામે ઓર્ડર કરતા હતા. ડિલિવરી સમયે અસલ પ્રોડક્ટ કાઢી તેની જગ્યાએ ડમી મોબાઈલ, ડમી ઈયરબડ્સ કે અન્ય નકલી વસ્તુઓ મૂકી દેવામાં આવતી હતી. બાદમાં ઓર્ડર કેન્સલ કરી અસલ પ્રોડક્ટ વેચી રૂપિયા કમાઈ છેતરપિંડી કરવામાં આવતી હતી.

પોલીસે આ ગેંગના 5 આરોપીઓને ₹20,52,574 ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીઓ વિરુદ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન હેઠળ ભારતીય ન્યાય સંહિતા કલમ 61(2)(A) અને 316(5) મુજબ ગુનો નોંધાયો છે.

પોલીસે આરોપીઓ પાસેથી 8 મોબાઈલ ફોન, 25 ડમી મોબાઈલ, ડમી ઈયરબડ્સ, ગેમિંગ પ્રોસેસર, કેમેરા લેન્સ, પાર્સલ ખોલવાના સાધનો અને સ્કોર્પિયો કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછમાં આરોપીઓએ અગાઉ જાલોર, સુરત અને વડોદરામાં એપલ વોચ અને આઈફોન જેવી મોંઘી પ્રોડક્ટ્સની છેતરપિંડી કબૂલ કરી છે.

હાલ બે આરોપીઓ વોન્ટેડ છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાથી ઓનલાઈન શોપિંગ ફ્રોડ મામલે પોલીસની સતર્કતા ફરી એકવાર સામે આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર