Ahmedabad Airport Emergency Landing: મદીનાથી હૈદરાબાદ આવતી ફ્લાઇટમાં સુરક્ષાનો ગંભીર ખતરો સર્જાતા તેને હૈદરાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. એરપોર્ટ સત્તાધિકારીઓને ધમકીભર્યો ઇમેઇલ મળતા તરત જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ, બોમ્બ સ્કવોડ અને એરપોર્ટ પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી.
મળતી માહિતી મુજબ, ઇમેઇલમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું હતું કે, ફ્લાઇટ જેમ જ હૈદરાબાદ લેન્ડ કરશે, તેમ તેને રિમોટ કંટ્રોલથી ઉડાવી દેવામાં આવશે. આ ગંભીર ધમકી બાદ ફ્લાઇટને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવી અને તમામ મુસાફરોને બહાર કાઢીને તેમની વિગતવાર તપાસ કરવામાં આવી.
સાથે જ સમગ્ર પ્લેનની પણ બોમ્બ સ્કવોડ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો વિસ્ફોટક અથવા શંકાસ્પદ સામાન મળ્યો નથી.
હૈદરાબાદ પોલીસ દ્વારા ધમકીભર્યા ઇમેઇલ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કોઈ પણ વ્યક્તિનું નામ સામે આવ્યું નથી, પરંતુ સાયબર સેલ ઇમેઇલના સોર્સ સુધી પહોંચવા માટે કાર્યરત છે.
DCP ઝોન-4 અતુલ બંશલએ જણાવ્યું કે, “અમે તમામ મુસાફરો અને એરક્રાફ્ટની સંપૂર્ણ તપાસ કરી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને તપાસ ચાલુ છે.”
આ ઘટનાને કારણે એરપોર્ટ પર તણાવનું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ સત્તાવાળાઓની ઝડપી કાર્યવાહીથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.






