Home Gujarat Fishing Boat Capsizes Off Veraval Coast One Sailor Dies Four Rescued

વેરાવળના દરિયાકાંઠે ફિશિંગ બોટની જળસમાધિ : એક ખલાસીનું મોત, ચારનો આબાદ બચાવ

વેરાવળના દરિયાકાંઠે ફિશિંગ બોટની જળસમાધિ
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 10:18 AM IST

Veraval News Fishing Boat Accident: વેરાવળના દરિયાકાંઠે એક દુઃખદ ઘટના સામે આવી છે. અરબી સમુદ્રમાં એક ફિશિંગ બોટને જળસમાધિ મળતા એક ખલાસીનું મોત થયું છે, જ્યારે બોટમાં સવાર અન્ય ચાર ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ઘટના વેરાવળથી આશરે 2 નોટિકલ માઈલ દૂર, સાંજે 7:30 વાગ્યે બની હતી.

મળતી માહિતી અનુસાર, ફિશિંગ બોટમાં ખલાસીઓ માછલી પકડવાના જાળ ખેંચી રહ્યા હતા, ત્યારે અચાનક ભારે લહેર અને વજનના કારણે બોટનું સંતુલન બગડ્યું અને બોટ પાણીમાં ધસી ગઇ. બોટ ઓચિંતા જળસમાધિ થતાં ખલાસીઓ પાણીમાં તણાઈ ગયા. ઘટનાની માહિતી મળતાની સાથે જ નજીકમાં રહેલી અન્ય બોટો અને કોસ્ટગાર્ડ ટીમે તરત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

દુર્ઘટના દરમિયાન અરવિંદ ભારાવાલા નામના ખલાસીનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. બાકીના ચાર ખલાસીઓને ઝડપથી પાણીમાંથી બહાર કાઢી સલામત રીતે કિનારે લાવવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ટીમે સમયસર કામગીરી કરતા વધુ જાનહાનિ ટળી હોવાનો અહેવાલ છે.

સ્થાનિક માછીમારો અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં દરિયામાં લહેરો તેજ બનતા અકસ્માતની શક્યતાઓ વધી રહી છે. સત્તાવાળાઓએ માછીમારોને તકેદારી રાખવાની અને હવામાન મુજબ જ દરિયામાં ઉતરવાની સલાહ આપી છે.

પોલીસ અને માછીમારી વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતક ખલાસીના પરિવારજનોને મદદરૂપ થાય તેવા જરૂરી કાનૂની પગલાં પણ હાથ ધરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ