રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ ધોરણ 1 માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. કુલ 93,000 બેઠકો સામે 86,274 બાળકોને પ્રવેશ ફાળવાયો છે.
સુરત શહેરની 991 ખાનગી શાળાઓમાં 15,229 બેઠકોમાંથી 13,295 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે, જ્યારે 1,934 બેઠકો હજુ ખાલી છે.
અમદાવાદમાં 14,600 બેઠકો સામે 14,088 પ્રવેશ ફાળવાયા છે.
વડોદરામાં 4,800 બેઠકો માટે 4,782 વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ મેળવ્યું છે.
આંકડા શું કહે છે?
દર 1 બેઠક માટે સરેરાશ 7 વિદ્યાર્થીઓ વચ્ચે ટક્કર
ગત વર્ષની સરખામણીએ ફોર્મ ભરાવામાં 16.73% ઘટાડો
બેઠકોમાં 57%નો વધારો
આવક મર્યાદા રૂ. 1.5 લાખથી સીધી રૂ. 6 લાખે પહોંચી
ફક્ત દસ્તાવેજો નહીં, વાસ્તવિક જરૂરિયાતમંદ બાળકોને પ્રવેશ:
જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમારે ચેતવણી આપી છે કે ફક્ત કાગળો પરથી ગરીબી સાબિત કરતા પરિવારના બાળકોને નહીં, પરંતુ સાચી જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને જ RTE પ્રવેશ અપાયો હોવો જોઈએ. તમામ શાળાઓને ખાસ ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





