Home Gujarat Fire In Science City Area Of Ahmedabad

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં ભીષણ આગ : 50 લોકોનું રેસ્ક્યુ, ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે, અફરાતફરી

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં ભીષણ આગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2025, 11:22 AM IST

Ahmedabad Fire Incident : અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાની વિગતો સામે આવી છે. જેના કારણે ભારે ભયનો માહોલ સર્જાયો. આગ લાગતાં ફાયર બ્રિગેડની 8થી 10 ઇમર્જન્સી ગાડીઓ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી અને આગને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી. કોમ્પ્લેક્સ અંદર કેટલાક લોકો માત્ર ધુમાડા અને આગ વચ્ચે ફસાયેલા હોવાની આશંકા છે. તો કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે.

50 લોકોનું રેસ્ક્યુ કરીને બહાર કઢાયા

ફાયર બ્રિગેડની ટીમે તરત જ સીડી મૂકીને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી. ખાસ કરીને લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કઢવામાં ખાસ ચિંતાજનક પળો જોવા મળી હતી. હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી પણ લોકો નીચે ઉતારવામાં આવ્યા છે. 50 લોકોનું રેસ્ક્યુ કરીને બહાર કઢાયા હોવાની પણ વિગતો સામે આવી છે.

કાચ તોડી ત્રીજા માળેથી લોકોનું રેસ્કયું

અત્રે જણાવીએ કે, ભીષણ આગના પગલે લોકો કોમ્પ્લેક્સના ત્રીજા માળે ફસાયેલા હતા જેમને બચાવવા માટે કાચ તોડી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થયા હતાં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now