Home Gujarat Fire In Ahmedabad Jivraj Park Home Ac Store Offbeatstories

અમદાવાદનાં જીવરાજ પાર્કમાં આગની ઘટના : એસીનાં ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતાં અફરાતફરી, બે ના મોત

અમદાવાદનાં જીવરાજ પાર્કમાં આગની ઘટના
Play Video
Published by: OBS Bureau
| Last Updated: Apr 07, 2025, 07:29 AM IST

અમદાવાદનાં જીવરાજ પાર્કમાં એક એસીનાં ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટનાં બનવા પામી હતી. જેનાં પગલે આસપાસનાં વિસ્તારમાં કોહરામ મચી જવા પામ્યો હતો. આગ લાગવાનું કારણ હાલ જાણવા મળી રહ્યું નથી. પરંતુ ભીષણ આગ લાગવાનાં કારણે 10 જેટલા ફાયર ફાયટર આગ પર કાબું મેળવવા માટે ઘટનાં સ્થળ પર પહોંચ્યાં છે. 


મળતી વિગતો મુજબ એક મકાનમાં એસી એક મકાનમાં એસીનું મોટું ગોડાઉન આગની ઝપટમાં આવતાં આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ છવાયો છે. આગની તીવ્રતા એટલી વધી ગઈ કે આખા વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા. આ ઘટનાની જાણ થતાંજ ફાયરબ્રિગેડ દોડતી થઇ હતી. પ્રહલાદનગર, નવરંગપુરા અને જમાલપુર ફાયર સ્ટેશનમાંથી કુલ 10 ફાયર ફાયટરની ગાડીઓ ઘટનાં સ્થળ પર પહોંચીને આગને કાબુમાં લેવાની કામગીરીમાં લાગી છે.


ઘટનામાં બાળક અને માતાનું સફળ રેસ્ક્યૂ
આ ઘટનામાં બે વર્ષના બાળક અને તેની માતા આગની ચપેટમાં આવી ગયાં હતા. પરંતુ યોગ્ય સમયે ફાયર વિભાગના જવાનો ઘટનાં સ્થળ પર પહોંચી જતાં તેમનાં દ્વારા સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું. હતું અને બન્ને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.


માલસામનને ભારે નુકસાન થયાનું અનુમાન
આ બનાવનાં પગલે સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. માલસામાનને ભારે નૂકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં સારવાર દરમિયાન એક મહિલા અને બાળકનું મોત નિપજ્યું છે. આગ લાગવાનું કારણ બહાર આવી રહ્યું નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ

"ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: અફવાઓથી દૂર રહો અને ગભરાટમાં લાઈનો ન લગાવો", CM ભૂપેન્દ્ર પટેલે જનતાને આપી ખાતરી

"ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી
Play Video

"મેં તેને 25 વર્ષની કરી અને તે 25 દિવસમાં મારા વિરુદ્ધ થઈ ગઈ": આટલું કહેતા કહેતા રડી પડ્યાં વિધર્મીના પ્રેમમાં પડેલી દીકરીના પિતા

"મેં તેને 25 વર્ષની કરી અને તે 25 દિવસમાં મારા વિરુદ્ધ થઈ ગઈ"

ગુજરાત વિધાનસભામાં રજૂ થશે ઐતિહાસિક UCC બિલ: જાણો લગ્ન નોંધણી અને વારસા હક્ક માટે કડક જોગવાઈઓ

ગુજરાત વિધાનસભામાં રજૂ થશે ઐતિહાસિક UCC બિલ

Ahmedabad ના વાસણામાં મધરાતે મોતનો તાંડવ: ઘર આંગણે સૂતેલા યુવક પર અજાણ્યા શખ્સનો જીવલેણ હુમલો, બહેન જોતી રહી ગઈ

Ahmedabad ના વાસણામાં મધરાતે મોતનો તાંડવ