બેંગ્લોરમાં ભાગદોડ કેસમાં IPL ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), DNA (ઇવેન્ટ મેનેજર) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ની વહીવટી સમિતિ અને અન્ય લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ કેસમાં ફરિયાદ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. FIRમાં ભાગદોડની ઘટનામાં ગુનાહિત બેદરકારીનો ઉલ્લેખ છે. આ કેસમાં, કલમ 105, 125 (1)(2), 132, 121/1, 190 R/W 3(5) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બેંગ્લોર ડીસી એ KSCA, RCB અને પોલીસને નોટિસ ફટકારી
બેંગ્લોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડની મેજિસ્ટ્રેટ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસનું નેતૃત્વ કરી રહેલા બેંગ્લોર અર્બન ડેપ્યુટી કમિશનર (ડીસી) જી જગદીશે ગુરુવારે જણાવ્યું હતું કે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પોલીસ કમિશનર બી દયાનંદને તપાસમાં જોડાવા માટે નોટિસ જારી કરવામાં આવી છે. તેમણે ચિન્નાસ્વામી સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું, જ્યાં બુધવારે ભાગદોડ થઈ હતી. જેમાં 11 લોકોનાં મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઘટના વિશે માહિતી આપતા ડેપ્યુટી કમિશનર જી જગદીશે કહ્યું, 'આજે મેં કેએસસીએ (કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન) સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. મેં અહીંની બધી ઘટનાઓ જોઈ છે. હું કેટલાક લોકોને પૂછપરછ માટે નોટિસ જારી કરીશ. હું તપાસ કરીશ અને 15 દિવસમાં તેને પૂર્ણ કરીશ. હું કેએસસીએ, આરસીબી મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજર અને પોલીસ કમિશનરને નોટિસ જારી કરીશ. હું લોકોને પુરાવા આપવા માટે કહીશ. આ દુર્ઘટના માટે કોણ જવાબદાર છે તે પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું, હું તપાસ કરી અને સરકારને રિપોર્ટ સુપરત કરીશ.






