Home Gujarat Financial Hardship Took The Life Of A Young Man In Bhavnagar

ભાવનગરમાં આર્થિક સંકડામણે લીધો યુવાનનો જીવ : તરફડાટભરી પરિસ્થિતિ સામે જંગ હાર્યો રત્નકલાકાર, પરિવાર આઘાતમાં

ભાવનગરમાં આર્થિક સંકડામણે લીધો યુવાનનો જીવ
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2025, 01:09 PM IST

Bhavnagar Crime News : ભાવનગર શહેરમાં બેરોજગારીના વધતા જતા પડછાયામાં વધુ એક યુવાને પોતાનો જીવન ટૂંકાવ્યું છે. શહેરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય અજયભાઈ સંઘવી, જે રત્નકલાકાર તરીકે ઓળખાતા હતા, તેમણે જીન દર્શન ફ્લેટની અગાસી પરથી ઝંપલાવી આત્મહત્યા કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, અજયભાઈ છેલ્લા પાંચ મહિનાથી હીરાની ઓફિસ બંધ હોવાથી બેરોજગાર હતા. કામ ન મળતા તેઓ પોતાના ઘરખર્ચ ચલાવવા અને પરિવારની જવાબદારી નિભાવવા સતત સંઘર્ષ કરી રહ્યા હતા.

બેરોજગારીનો કહેર

સૂત્રો જણાવે છે કે તેઓ પોતાનો સ્વવ્યવસાય શરૂ કરવા માટે પ્રયત્નશીલ હતા, છતાં પરિસ્થિતિ તરફડાટભરી રહેતા માનસિક ભારણ વધતું ગયું હતું. બેરોજગારીની આકરા સંજોગોમાં માનસિક તણાવ ચરમસીમાએ પહોંચતા, તેમણે અંતે આ ગંભીર પગલું ભર્યું હોવાની વિગતો છે

પોલીસે હાથધરી તપાસ

ઘટનાની જાણ થતા જ સંઘવી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અચાનક થયેલી આ દુખદ ઘટના પરિવારજનો તેમજ નજીકના લોકો માટે આઘાતજનક બની છે. પોલીસે મૃતદેહને કબજે લઇ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મારી પત્નીના પૂર્વ ગૃહમંત્રી સાથે અનૈતિક સંબંધો...!!
Offbeat Exclusive: PMOમાં ફરિયાદ બાદ ધમેન્દ્ર હેરમાની હકાલપટ્ટી
વડોદરા 'કલાનગરી' માંથી બની 'મચ્છરનગરી'
કચ્છની રાજનીતિમાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર
હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા