Home Gujarat Film Actors Vikram Thakor And Alpesh Thakors Statements Spark Debate

'ઠાકોર સમાજને દારૂનો દરિયો આપે તો પણ પી જાય' : ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરના નિવેદનથી ખળભળાટ, જાણો અલ્પેશ ઠાકોરે શું કહ્યું?

'ઠાકોર સમાજને દારૂનો દરિયો આપે તો પણ પી જાય'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2025, 12:20 PM IST

મહેસાણાના બહુચરાજીમાં ઠાકોર સમાજનું વિશાળ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર તેમજ જાણીતા ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ખાસ હાજર રહ્યા હતા. સમાજના વિકાસ, યુવાનોના ભવિષ્ય અને વ્યસનમુક્તિ પર ખાસ વાત કરી હતી.

ઠાકોર સમાજે દારૂના દૂષણના કારણે ઘણું ખોયું છે: અલ્પેશ ઠાકોરે

કાર્યક્રમને સંબોધતા અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કહ્યું હતું કે, 'ઠાકોર સમાજે દારૂના દૂષણના કારણે ઘણું ખોયું છે. આ એક જ એવો સમાજ છે, જેને દારૂના વ્યસનથી સૌથી વધુ નુકસાન થયું છે'. તેમણે આગળ ઉમેર્યું કે, 'સમાજના યુવાનોને આ દિશાથી બહાર કાઢવા માટે સૌએ એકજ ભૂમિકામાં જોડાઇ જવું જોઇએ. અમે ઇચ્છીએ છીએ કે ઠાકોર સમાજનો યુવાન મુખ્ય ધારામાં આવે, શિક્ષણ મેળવે, રોજગાર મેળવે અને સમાજનું ગૌરવ વધે”

ઠાકોર સમાજને દારૂનો દરિયો આપે તો પણ પી જાય: વિક્રમ ઠાકોર

ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરે પણ સ્પષ્ટ અને સખત શબ્દોમાં સમાજ સુધારણા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'ઠાકોર સમાજમાં દારૂનો દરિયો આપે તો પણ પી જાય, મેં આ ટિપ્પણી માત્ર એટલા માટે કરી કે સમાજ સુધરે' તેમની મતે સમાજમાં દારૂનું વ્યસન ઘણું વધી ગયું છે અને તેને રોકવું ખુબ જરૂરી છે.

અમારા સમાજમાં બહેનો પણ ગુટખા ખાય છે...: વિક્રમ ઠાકોર

વિક્રમ ઠાકોરે વધુમાં કહ્યું કે, “અમારા સમાજમાં બહેનો પણ ગુટખા ખાય છે, જે ખોટી બાબત છે. જો માતા–પિતા વ્યસન કરશે તો સંતાનો પણ એ જ માર્ગ અપનાવશે.” તેમણે સમાજને શિખામણ આપતાં કહ્યું કે શિક્ષણ પર સૌથી વધુ ભાર આપવો જોઈએ. શિક્ષણ વધશે તો ઠાકોર સમાજ પણ અન્ય સમાજો સાથે ખભે ખભો મિલાવી આગળ વધી શકશે”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now