Surat Liquor Protest : સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા નાગસેન નગરમાં ભાવનાત્મક અને ઉગ્ર દ્રશ્યો સર્જાયા હતા. દારૂના અતિરેક વ્યસનના કારણે એક યુવાનનું મોત થતાં પરિજનો અને સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. મૃતક યુવકનો પાર્થિવ દેહ સીધો જ સ્થાનિક દારૂના અડ્ડા સામે લઈ જઈ લોકો ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, યુવાન જે અડ્ડેથી દારૂ મેળવતો હતો, જેની લત દિવસ પ્રતિદિવસ વધી રહી હતી, તે જ સ્થળે તેનો પાર્થિવ દેહ લઇ જઈ લોકો એ તંત્ર સામે પગલાં ભરવાની માગણી કરી.આ દૃશ્યએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો ,
“દારૂના અડ્ડા બંધ કરો”
સુરતના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી તેવા આક્ષેપો કરાયા હતા, દારૂના વ્યસનને કારણે પોતાના પરિવારનો સભ્ય ખોયા બાદ પરિવાર સહીત લોકોમાં ભારે નારાજગી જોવા મળી, જે બાદ “દારૂના અડ્ડા બંધ કરો”ના નારા સાથે લોકો બેનરો લઈને રસ્તા પર ઉતર્યા હતા, દરેકના હૃદયમાં ક્રોધ અને દુઃખ બંને એક સાથે વ્યાપી ગયો હતો. મૃતક યુવકની માતાએ રડતાં રડતાં કહ્યું ખુલ્લેઆમ મળતા દારૂએ મારા દીકરાને બરબાદ કરી નાખ્યો,હવે બીજાના દીકરાને ન બરબાદ થવા દો.”.તેમના આ શબ્દો એ લોકોના હૃદય હાચમાચાવી નાખ્યા“
કડક કાર્યવાહી કરવાની માંગ
હાંલ આ સમગ્ર ઘટનાના વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે બાદ અસંખ્યા લોકો વીડિઓ શેર કરી દારૂના અડ્ડાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. લોકોનો એક જ સ્વર“અવૈધ દારૂના ધંધા બંધ થાય, નહીં તો આવી દુર્ઘટનાઓ અટકશે નહીં.” જો કે સ્થાનિક તંત્ર પર પણ હવે કડક પગલાં લેવા માટે દબાણ વધી રહ્યું છે. સુરત ના નાગસેન નગરની આ ઘટના બાદ સુરત શહેરમાં દારૂના ખુલ્લા વેચાણ સામે વધતી બેદરકારી કે પછી તંત્ર ની રહમ નજર જેવા અનેક સવાલો ઉભા થયાં છે.






