Home Gujarat Fear Of A Storm In The Mahisagar Cloudy Weather Changes In The Middle Of Winter Farmers Worried

મહીસાગરમાં માવઠાની ભીતિ! : ભરશિયાળે બદલાયું વાદળછાયુ વાતાવરણ, ખેડૂતો ચિંતામાં

મહીસાગરમાં માવઠાની ભીતિ!
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 09:22 AM IST

Mahisagar Cloudy Weather: મહીસાગર જિલ્લામાં અચાનક વાદળછાયુ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. જિલ્લામાં આજે દિવસ દરમિયાન ભરશિયાળે વાદળો છવાઈ ગયા હતા અને કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો, જેના કારણે ચોમાસા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેડૂતોમાં માવઠાની ભીતિ વધી છે. જો વરસાદ વરસે તો હાલ ઉભા પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. ખાસ કરીને ઘઉં, બાજરી, મકાઈ, રાયડો સહિતના પાકો ઉપરાંત ઘાસચારા, શાકભાજી અને ફળાઉ પાકોને નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગ તરફથી આગામી કલાકોમાં માવઠાની શક્યતા અંગે આગાહી થાય તો ખેડૂતો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે. ખેડૂતો દ્વારા પાકને બચાવવા માટે શક્ય તેવા પગલાં લેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now