Home Gujarat Father After Drowning In River In Front Of His Little Daughter

"જવારા પધરાવવા ગયા અને મારા પપ્પા ડૂબી ગયા" : દીકરીના ગૌરી વ્રતના જવારા પધરાવવા ગયેલા ગાંધીનગર સિવિલના ડૉક્ટરનો કેનાલમાં પગ લપસતા મોત

"જવારા પધરાવવા ગયા અને મારા પપ્પા ડૂબી ગયા"
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2025, 09:08 AM IST

હાલ ગૌરી વ્રત ચાલી રહ્યું છે, ત્યારે પોતાની નાનકડી દિકરી સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સર્જન નીરવ બ્રહ્મભટ્ટ જવેરા પધરાવવા અડાલજ કેનાલ ગયા હતા. પરંતુ આ દરમિયાન અચાનક પગ લપસી જતા ડૉ. નીરવ કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા. ડોક્ટરના મૃત્યુથી પરિવારમાં શોકનો મોજું ફરી વળ્યું છે.

નીરવ બ્રહ્મભટ્ટ પોતાની નાની દીકરીને નહેરથી સુરક્ષિત અંતરે ઊભી રાખી હતી. તેના પિતાને ડૂબતા જોઈને દીકરી ચીસો પાડવા લાગી અને મદદ માટે રડવા લાગી. નજીકના રિક્ષાચાલકો અને મુસાફરો મદદ માટે દોડી આવ્યા હતા.

સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં ડૉક્ટરને અડાલજ chc સેન્ટર લઈ જવામાં આવ્યા. જોકે, CPR સહિતની મેડિકલ ટ્રીટમેન્ટ આપ્યા છતાં તેમનો જીવ બચાવી ન શકાયો.બાદમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now