Home Gujarat Fatal Attack On Two Youths Near Deodars Sesan

દિયોદરના સેસણ પાસે બે યુવક પર જીવલેણ હુમલો : અંગત અદાવત રાખી કર્યો હતો હુમલો, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

દિયોદરના સેસણ પાસે બે યુવક પર જીવલેણ હુમલો
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 08:36 AM IST

વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સેસણ ગામ પાસે અંગત અદાવતને કારણે બે યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ હુમલામાં પાંચથી છ અજાણ્યા શખ્સોએ અંગત વેરઝેર રાખી બંને યુવકો પર હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે.

યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ

મળતી માહિતી મુજબ, હુમલામાં લાલખાન બલોચ નામના યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ હુમલામાં અન્ય એક યુવકને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ 112 પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કરી હુમલાખોરોની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી

દિયોદરના સેસણ ગામ પાસે અંગત અદાવતમાં થયેલી આ હિંસક ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા જણાવ્યું છે કે, આ મામલે જરૂરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની