Home Gujarat Farmers Suffered Losses Due To Rain In Bhavnagar Gujarat

ભાવનગરમાં વરસાદને કારણે ખેડૂતોને થયું નુકસાન : પલળી ગઈ ડુંગળી...

ભાવનગરમાં વરસાદને કારણે ખેડૂતોને થયું નુકસાન
Published by: OBS Bureau
Last Updated: May 27, 2025, 12:52 PM IST

રાજ્યભરમાં કાળઝાળ ગરમી બાગ મેઘો મહેરબાન છે. ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.  સૌરાષ્ટ્રમાં સૌથી મોટા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ફરી એક વખત ખેડૂતોની સફેદ અને લાલ ડુંગળી મોટા પ્રમાણમાં પલળી ચૂકી છે. બે દિવસ પહેલા જ મહુવા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી. પરંતુ માર્કેટિંગ યાર્ડના ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતારો આપવામાં આવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ સિવાય યાર્ડની અંદર ખેડૂતોના અનેક વાહનો ફસાયા છે. તો બીજી તરફ ડુંગળી પણ સંપૂર્ણપણે પલળી ચૂકી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની એક લાખ થેલાની આવક થઈ હતી જ્યારે લાલ ડુંગળીની 5000 થેલા ની આવક થઈ હતી.

પરંતુ જે પ્રમાણે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ ધમરોળિ રહ્યો છે તેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં ડબલ વધારો થયો. સૌથી મોટી વાત તો એ છે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન ખેડૂતોની ડુંગળીના એક મણના ભાવ બોલાતા હોય છે પરંતુ હાલ વરસાદના કારણે કોઈપણ માપદંડ વગર ખેડૂતોની ડુંગળી મફતના ભાવે વેચાય રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now