Home Gujarat Farmers Police Clash Case In Haddad Village Of Botad

બોટાદના હડદડ ગામે ખેડૂતો–પોલીસ ઘર્ષણ કેસ : 20 લોકોને જામીન, 9નાં જામીન રદ, જાણો અપડેટ

બોટાદના હડદડ ગામે ખેડૂતો–પોલીસ ઘર્ષણ કેસ
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2025, 08:21 AM IST

Botad Haddad Case : બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસે વચ્ચે થયેલા ઘર્ષણ મામલે આજે બોટાદ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસમાં કુલ 29 લોકોએ જામીન અરજી કરી હતી. કોર્ટએ 20 વ્યક્તિઓના જામીન મંજૂર કર્યા છે, જ્યારે 9 વ્યક્તિઓના જામીન રદ કરવામાં આવ્યા છે.

જામીન રદ થયેલા 9 લોકોના નામ

રાજુ મેરામભાઈ કરપડા

પ્રવીણ રામ

હિતેશ ભુપત ગોહિલ

રમેશ વાલજીભાઈ મેર

હંસરાજ વશરામ ભાલાળા

વિપુલ પરમાભાઈ શેખ

જીતેન્દ્ર રસિક ગોવિંદીયા

વિપુલ હકા હરિયાણી

વિપુલભાઈ વિનુભાઈ મકવાણા

20 લોકોને કાયદાની શરતો હેઠળ મુક્તિ મળવાની શક્યતા

કોર્ટના આ નિર્ણય પછી હવે જામીન રદ થયેલાઓને આગળની કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે, જ્યારે બાકીના 20 લોકોને કાયદાની શરતો હેઠળ મુક્તિ મળવાની શક્યતા છે. હડદડ ગામના આ કેસને લઈને જિલ્લામાં ચર્ચા જોર પકડી છે અને આગળના દિવસોમાં આ મામલે વધુ કાનૂની પગલાં લેવામાં આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
PM મોદીએ કર્યું અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ
વાવ-થરાદમાં વિકાસનો મહાઅધ્યાય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો!
Play Video
ચૈત્રી પૂનમના મેળામાં કરૂણ અકસ્માત!
બાપુનગરમાં જીગર કાઠીયાવાડીનો આતંક