Home Gujarat Farmers Maha Panchayat In Dhanera

ધાનેરામાં ખેડૂતોની મહા પંચાયત : તમાકુ પરનો ટેક્સ અને પાક નિષ્ફળની સહાય મામલે સહાયની ઉગ્ર માંગ

ધાનેરામાં ખેડૂતોની મહા પંચાયત
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 08:35 AM IST

ધાનેરા ખાતે ખેડૂતોની મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ યોજાનારી આ મહા પંચાયત તમાકુ પર લાગેલા 65 ટકા જંગી ટેક્સ તેમજ પાક નિષ્ફળ જતા ખેડૂતોને સહાય ન મળવાના મુદ્દે યોજાઈ રહી છે. ખેડૂતોના હિતોની વાતો કરતી આ મહા પંચાયતમા ખેડૂતોની ભીડ પણ જોવા મળી રહી છે.

ખેડૂતો રેલી અને આવેદન પત્ર

મહા પંચાયત પહેલા ધાનેરાના લાલ ચોક ખાતે મોટી સભા યોજાઈ રહી છે. ત્યારબાદ ખેડૂતો રેલી સ્વરૂપે આગળ વધી નાયબ કલેકટરને આવેદનપત્ર આપશે. ખેડૂતો પોતાની માંગણીઓ અને પ્રશ્નો શાંતિપૂર્ણ રીતે રજૂ કરશે તેમ ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે.

તમાકુ પર વધારેલા ટેક્સ મામલે રજૂઆત

રાષ્ટ્રીય કિસાન સંગઠનના આગેવાનોએ જણાવ્યું કે આ મહા પંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે. સાથે સાથે મહા પંચાયત દરમિયાન દરેકને રાજકીય નિવેદનોથી દૂર રહેવા આહવાન કરવામાં આવ્યું છે, જેથી ખેડૂતોના મુદ્દાઓ પર એકજૂટ અને શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવી શકાય. તમાકુ પર વધારેલા ટેક્સ અને પાક નિષ્ફળતાની સહાય જેવા ગંભીર મુદ્દાઓને લઈને યોજાનારી આ મહા પંચાયતથી ખેડૂતોના પ્રશ્નો સરકાર સુધી પહોંચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now