Botad News : બોટાદ જિલ્લાના હડદડ ગામે કપાસના કડદાના મુદ્દે થયેલા ખેડૂત–પોલીસ ઘર્ષણના કેસ મામલે મોટી અપડેટ સામે આવી છે. જે કેસમાં બોટોદ કોર્ટ 28 વ્યક્તિઓના જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં 36 લોકો સામે ગુનો દાખલ થયો હતો. જો કે ટોટલ 85 લોકો સામે ગુનો દાખલ થયો હતો
હડદડમાં મચી હતી ભગદડ?
ગત 12 ઓક્ટોબરે કપાસમાં વેપારીઓ દ્વારા કડદો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા એક જનસભા યોજી હતી. જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી. આ મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે તંગદીલી વધી જતા વાતાવરણ ગરમાયું હતું અને સ્થિતિ બેકાબૂ થતાં પોલીસે લાઠીચાર્જ કરવાની સાથે ટીયર ગેસના સેલ છોડવાની કાર્યવાહી કરી હતી.
85 વ્યક્તિઓ સામે ગુનોં નોંધાયો હતો
આ ઘટનાને પગલે પોલીસે કુલ 85 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જેમાંથી 70 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ આ કેસમાં 6 આરોપીઓને હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ કુલ 36 વ્યક્તિઓએ બોટાદ સેશન કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાંથી આજે કોર્ટએ 28 લોકોના જામીન મંજૂર કર્યા છે, જ્યારે બાકીની 8 વ્યક્તિઓની અરજી હજી પેન્ડિંગ છે. વર્તમાન સ્થિતિ મુજબ 36 વ્યક્તિઓ હજી જેલમાં છે અને 15 લોકોની ધરપકડ કરવાની બાકી છે.






