logo-img
Farmer Leader And Additional Collector Face To Face In Vav Tharad

વાવ-થરાદમાં ખેડૂત નેતા અને અધિક કલેક્ટર સામસામે : તમારે સરકારને નહીં, જનતાને વફાદાર રહી કામ કરવાનું હોય: પાલ અંબાલિયા

વાવ-થરાદમાં ખેડૂત નેતા અને અધિક કલેક્ટર સામસામે
Published by: Offbeat Team
| Last Updated: Feb 25, 2026, 01:30 PM IST

વાવ-થરાદ વિસ્તારમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા હાઈવોલ્ટેજ વીજ લાઈનો અને ટાવર ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, પાલભાઈ અંબાલિયા અને ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આક્રમક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

'કલેક્ટરે પોતે જ નિયમોનું પાલન કરવું જોઈએ અને...'

આવેદન દરમિયાન મામલો વધુ બિચક્યો હતો અને પાલ અંબાલિયા તથા અધિક કલેક્ટર વચ્ચે ઉગ્ર બોલાબાલી થઈ હતી. પાલ અંબાલિયાએ આક્ષેપ કર્યો હતો કે જાહેરનામાની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી, જે યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે કલેક્ટરે પોતે જ નિયમોનું પાલન કરવું જોઈએ અને ખેડૂતોના હક્ક-અધિકારોનું રક્ષણ કરવું જોઈએ.

'કલેક્ટરો કંપનીઓના ખોળામાં જઇને બેઠા છે'

કોંગ્રેસ તરફથી પણ કડક પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર અધિક કલેક્ટરે સાંસદ અને જનતા પ્રતિનિધિઓની હાજરીમાં ઉદ્ધતાઈભર્યા જવાબો આપ્યા અને તેમની રજૂઆતને ‘સ્ટંટ’ ગણાવવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે જો સાંસદની હાજરીમાં આ રીતે વર્તન થાય છે, તો સામાન્ય ખેડૂતો સાથે કેવી વર્તણૂક થતી હશે? જો ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂતોના હિતનું રક્ષણ નહીં થાય તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. પાલ આંબલિયા કહ્યું કે, કલેક્ટરો કંપનીઓના ખોળામાં જઇને બેઠા છે

'તમારે સરકારને નહીં, જનતાને વફાદાર રહી કામ કરવાનું હોય'

પાલ આંબલિયા કહ્યું કે, કલેક્ટરો કંપનીઓના ખોળામાં જઇને બેઠા છે' તેમણે વધુમાં કહ્યું કે, 'સાહેબ તમે પોલિટિક્સમાં ચાલો એમ છો, તમારે સરકારને નહીં, જનતાને વફાદાર રહી કામ કરવાનું હોય'

અધિક કલેક્ટરે આ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું!

આ સમગ્ર રજૂઆત બાદ વાવ-થરાદના અધિક કલેક્ટરે મીડિયાને બાઈટ આપવાનું ટાળ્યું હતું. ઘટનાએ જિલ્લામાં રાજકીય તેમજ વહીવટી તણાવ ઊભો કર્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now