Home Gujarat Famous Tarnetarana Mela Begins Today

તરણેતરનો મેળો જામ્યો, જામ્યો હેતનો હૂડો : પ્રખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ, 29 ઑગસ્ટ સુધી બની શક્શો વિશ્વ વિખ્યાત મેળાના સાક્ષી

તરણેતરનો મેળો જામ્યો, જામ્યો હેતનો હૂડો
Published by: OBS Bureau
Last Updated: Aug 27, 2025, 04:31 AM IST

સૌરાષ્ટ્રભરમાં જાણીતા અને ઐતિહાસિક એવા તરણેતર મેળાનો પ્રારંભ સુરેન્દ્રનગર જિલ્લામાં થયો છે. ચાર દિવસ સુધી ચાલનારા આ લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિક તેમજ પશુપ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.

ધારાસભ્યો અને અધિકારીઓએ કરાવ્યો પ્રારંભ

ઉદ્દઘાટન પ્રસંગે નિક ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા કરીને મેળાને જનતા માટે ખુલ્લો મુક્યો હતો. મેળાના નિયમો મુજબ ડ્રોન વાપરવા પર પ્રતિબંધ હોવા છતાં, કેટલાક આગેવાનો દ્વારા ફોટોગ્રાફી માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મેળાની વિશેષતાઓ

ચાર દિવસીય મેળામાં 20મી ગ્રામીણ ઓલિમ્પિક રમતો યોજાશે જેમાં અનેક ખેલાડીઓ પોતાનું કૌવત દેખાડશે. સાથે પશુ સ્પર્ધાઓ પણ યોજાવાની છે. મુખ્યમંત્રી સહિતના કેટલાક મંત્રીઓ આગામી દિવસોમાં મેળામાં હાજરી આપશે.

આગેવાનોની હાજરી

આ પ્રસંગે વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા, ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
પોસ્ટ વિભાગ દ્વારા ખાસ તૈયાર કરાયેલા વિશિષ્ટ આવરણનું અનાવરણ પણ આ અવસરે કરવામાં આવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now