Home Gujarat Fake Cbi Officer Busted In Vadodara

વડોદરામાંથી નકલી CBI અધિકારીનો ભાંડો ફૂટ્યો : કડીયો CBI ઓફિસર બની પહોંચ્યો પોલીસ ભવન, મળ્યા ચાર અલગ ID કાર્ડ

વડોદરામાંથી નકલી CBI અધિકારીનો ભાંડો ફૂટ્યો
Published by: OBS Bureau
Last Updated: Oct 31, 2025, 10:27 AM IST

Fake CBI officer in Vadodara: રાજ્યમાં નકલીના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે, નવરાત્રી દરમિયાન સુરતમાંથી એક નકલી PSI ઝડપાયો હતો, ત્યારે વડોદરામાં એક કડિયાકામ કરતો વ્યક્તિ નકલી CBI અધિકારી ઝડપાયો છે. તે CBI અધિકારી બની પોલીસ ભવનમાં પહોંચી ગયો હતો. વડોદરા પોલીસ ભવનમાં એક વ્યક્તિ અધિકારીઓ સાથે વાતચીત કરતો જોઈ શંકા ઉઠતાં પોલીસ અધિકારીઓએ તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ભાંડો ફૂટતાં ખુલ્યું કે આરોપી વ્યક્તિ ખરેખર CBI અધિકારી નથી પરંતુ કડિયાકામ કરનાર ઘનશ્યામ ભાણજી સંઘાણી છે.
પોલીસે વધુ તપાસ કરતાં તેના પાસે દિલ્હીની CBIનું નકલી ઓળખપત્ર તેમજ પત્રકાર તરીકેનું ખોટું આઈડી કાર્ડ મળી આવ્યું. આરોપી ઘનશ્યામ સંઘાણીએ પોતાને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનના અધિકારી તરીકે ઓળખ આપી પોલીસ ભવનમાં પ્રવેશ કર્યો હતો.

રાવપુરા પોલીસે તરત જ તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને નકલી દસ્તાવેજો ક્યાંથી બનાવવામાં આવ્યા તેમજ દિલ્હીની જે સંસ્થાએ આ આઈડી કાર્ડ આપ્યા હોવાનું જણાય છે તેની પણ તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી અનેક વખત ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. હાલ ઘનશ્યામ સંઘાણીને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ચુંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું
સુરત સચિન GIDCમાં ભીષણ આગ
Play Video
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગણગણાટ
'ઘર કા ભેદી લંકા ઢાયે'
અમદાવાદમાં બનશે બુર્જ ખલીફા જેવી બિલ્ડિંગ