રાજ્યમાં અવારનવાર બોગસ જન્મના પ્રમાણપત્ર ઝડપાયા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વડોદરામાં વધુ એક જન્મનું બોગસ પ્રમાણપત્ર ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેને લઈને મૂળ બિહારના અને હાલ વડોદરાના મકરપુરા ખાતે રહેતા મુન્ના પાસવાનની અટકાયત કરવામાં આવી છે. તેમજ જન્મનું બોગસ પ્રમાણપત્ર માંજલપુરના એક સાઇબર કાફેમાંથી 500 રૂપિયામાં બન્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર સુધારા વધારા માટે વોર્ડ નંબર 19 માં રજૂ કરેલું બોગસ પ્રમાણપત્ર વડોદરામાં બોગસ સર્ટીફીકેટ મળી આવવાનો સિલસિલો યથાવત છે. આજરોજ પાલિકાના આસિ. મ્યુનિ. કમિ દ્વારા તપાસણી દરમિયાન બોગસ બર્થ સર્ટીફીકેટ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી છે. બર્થ સર્ટીફીકેટ બનાવનાર પરિવારના મોભીએ આ અલવાનાકા પાસેના સાયબર કાફેમાં બનાવડાવ્યું હોવાનું જણાવ્યું છે.
જોકે, હાલ મૂળ બિહારના અને હાલ વડોદરાના મકરપુરા ખાતે રહેતા મુન્ના પાસવાનની અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે, પ્રમાણપત્રની ત્રણ લેયરમાં ચકાસણી કરાતા ભાંડો ફૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રીસ દિવસમાં બોગસ પ્રમાણે પત્રનો આ બીજો મામલો સામે આવ્યો છે. ખાસ કરીને પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને શોધી કાઢવા દસ્તાવેજોની ચકાસણી વધુ ગંભીર બનાવવામાં આવી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






