Home International Explosion On Singapore Ship In The Mediterranean Panic Ensues

'INS સુરત' મદદ માટે રવાના : મધદરિયે સિંગાપોરના શિપમાં થયો બ્લાસ્ટ, મચી દોડધામ

'INS સુરત' મદદ માટે રવાના
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 09, 2025, 11:37 AM IST

કેરળના દરિયા કિનારાથી દૂર સોમવારે સવારે સિંગાપુરના ધ્વજવાળું કન્ટેનર  જહાજ MV Wan Hai 503માં જોરદાર વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ સ્થિત મરીન ઓપરેશન્સ સેન્ટર (MOC) દ્વારા સવારે 10:30 વાગ્યે કોચી સ્થિત તેના અન્ય કેન્દ્રને આ માહિતી આપવામાં આવી હતી. જહાજ 270 મીટર લાંબુ છે અને તેનો ડ્રાફ્ટ 12.5 મીટર હોવાનું કહેવામાં આવ્યું છે. આ જહાજ 7 જૂનના રોજ કોલંબોથી રવાના થયું હતું અને 10 જૂનને મુંબઈ પહોંચવાની આશા હતી. 

જહાજના અંડરડેકમાં થયો હતો વિસ્ફોટ 

આ અંગે મળતી વધુ માહિતી પ્રમાણે વિસ્ફોટ જહાજના અંડરડેકમાં થયો હતો. અને જ્યારે ઘટના બની ત્યારે જહાજ કેરળના દરિયા કિનારા નજીક હતું. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તકેદારી વધારી દેવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now