logo-img
Exemption Of Teachers From Non Academic Work

શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ : શિક્ષકોમાં હાશકારો, શિક્ષણ વિભાગનો નિર્ણય

શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ
Published by: Offbeat Team
| Last Updated: Feb 25, 2026, 03:01 PM IST

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને લઈ શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગુજરાત દ્વારા પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે શિક્ષકોને શિક્ષણ સિવાયની બિન-શૈક્ષણિક કામગીરીમાં જોડવામાં નહીં આવે.

શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ

પરિપત્રમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય હિત સાથે સીધો સંબંધ ન હોય તેવી અન્ય કોઈપણ કામગીરી માટે પ્રાથમિક શિક્ષકોની ફરજ લગાવી શકાશે નહીં. આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના શિક્ષણ પર કોઈ વિપરીત અસર ન પડે અને શૈક્ષણિક કાર્ય સતત અને ગુણવત્તાસભર રીતે ચાલુ રહે તે છે.

અગાઉ વિવિધ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી કે શિક્ષકોને સંમતિ વિના વિવિધ બિન-શૈક્ષણિક ફરજો સોંપવામાં આવતી હતી, જેના કારણે શાળાના શિક્ષણ કાર્યમાં વિક્ષેપ ઉભો થતો હતો. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે હવે આવી કામગીરીમાં શિક્ષકોને નહીં જોડવામાં આવે.

DEO - શાસનાધિકારીઓને લેખિત સૂચના

આ અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO) અને શાસનાધિકારીઓને લેખિત સૂચના પાઠવવામાં આવી છે. વિભાગે સૂચન કર્યું છે કે પરિપત્રનું કડક પાલન કરવામાં આવે અને કોઈ પણ શિક્ષકને બિન-શૈક્ષણિક ફરજ માટે નિયુક્ત કરવામાં ન આવે, સિવાય કે તે રાષ્ટ્રીય હિત સાથે સીધો સંબંધ ધરાવતી કામગીરી હોય.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now