પર્યાવરણની રક્ષા અને ગ્લોબલ વોર્મિંગ સામે અમદાવાદનાં ઈનોવેટિવ પગલાંની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. ખુદ પ્રધાનમંત્રી મોદી પણ મન કી બાતના રેડિયો પ્રોગ્રામમાં આ વિષયને લઈને અમદાવાદના વખાણ કરી ચૂક્યા છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની સાથો-સાથ અમદાવાદીઓના ઉત્સલાહને પણ બિરદાવવામાં આવ્યો હતો.
ત્યારે હાલ અમદાવાદ હવે આ દિશામાં વધુને વધુ એક્ટિવ થઈને અવનવા પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદના માનસી સર્કલ પર મુકવામાં આવ્યું છે એક વિશેષ સંદેશો પાઠવતું અનોખું સ્કલ્પ્ચર. માનસી સર્કલ પર મુકાયેલું આ અનોખું સ્કલ્પ્ચર હાલ બન્યું છે આકર્ષણનું કેન્દ્ર. જેમાં પર્યાવરણ બચાવવા અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાનો મેસેજ આપવામાં આવ્યો છે. એએમસી દ્વારા પર્યાવરણ બાબતે જાગૃતિ લાવવા આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પર્યાવરણ સંરક્ષણ તથા ગ્લોબલ વોર્મિંગ સામેનાં ઇનોવેટિવ પગલાં રાષ્ટ્રીય સ્તરે ચર્ચાઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ પોતાના 'મન કી બાત' કાર્યક્રમમાં અમદાવાદમાં મિશન મિલિયન ટ્રીઝ સહિતના પ્રયાસોને બિરદાવ્યા હતા. એએમસી દ્વારા પર્યાવરણ બચાવવા અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા મુદ્દે શહેરીજનોમાં જાગૃતિ લાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. શહેરના માનસી ચાર રસ્તા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંગલ યૂઝ પ્લાસ્ટિક નહીં વાપરવાના મુદ્દે એક સુંદર અને આકર્ષક સ્કલ્પ્ચર મૂકવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટિક થેલીની જગ્યાએ કાગળની થેલી અપનાવીને પર્યાવરણ બચાવવા યોગદાન આપીએ, તેવો સંદેશ લોકોને આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુકાયેલાં આ પ્રકારનાં સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.






