Home International Engine Of Indigo Flight Going Delhi To Goa Failed Emergency Landing Made In Mumbai

દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું એન્જિન ફેલ : મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું

દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું એન્જિન ફેલ
Published by: OBS Bureau
Last Updated: Jul 16, 2025, 05:28 PM IST

દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. મળતી માહિતી અનુસાર ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાન લેન્ડિંગ પહેલાં લગભગ 17 મિનિટ સુધી હવામાં ફરતું રહ્યું. આ બાબતે હજુ સુધી કોઈ વધુ માહિતી બહાર આવી નથી.

અગાઉ 12 જૂને અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની બોઇંગ AI-171 ફ્લાઇટ ટેકઓફ થયાના માત્ર 32 સેકન્ડમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આમાં 270 લોકોનાં મોત થયાં હતાં. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુલાઈએ અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે બંને એન્જિન ફેલ થવાને કારણે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video