Home Gujarat Emergence Help Line Gujarat 112 Govrement Schem Offstories

ગુજરાતમાં શરૂ થશે 112 હેલ્પલાઈન : રાજ્યનાં સાત જિલ્લામાં શરૂ, 1.49 કરોડ કોલને મળ્યો પ્રતિસાદ

ગુજરાતમાં શરૂ થશે 112 હેલ્પલાઈન
Published by: OBS Bureau
Last Updated: Mar 25, 2025, 12:20 PM IST

ગુજરાતના તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ERSS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ-ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કામાં આ કામગીરી રાજ્યમાં અત્યારે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં શરૂ છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આગામી ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં અમલી બનાવવાની કામગીરી ચાલી રહી છે. 

આ સેવાનું રિયલટાઇમ મોનિટરીંગ થશે

આ સેવાનો વ્યાપ રાજ્યમાં મળી રહે તેના માટે એકીકૃત કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર તેમજ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી શરુ કરી છે. જેનાં થકી તમામ જિલ્લાઓમાં ઇમરજન્સી રિસ્પોન્સની કામગીરીનું રિયલટાઇમ મોનિટરિંગ કરાશે. 

500 જનરક્ષક પીસીઆર વેનની ફાળવણી

જિલ્લાઓમાં છેવાડા સુધી લોકોને ત્વરિત ઇમરજન્સી રિસ્પોન્સ મળી રહે તેના માટે નવી 500 જનરક્ષક પીસીઆર વેન ફાળવવાશે. ઇમરજન્સી રિસ્પોન્સ સાથે સંકળાયેલા પોલીસ વિભાગ સહિતના કર્મચારીઓને રિયલ ટાઇમમાં ડિજીટલ અપડેશન સહિતની તાલીમ આપવામાં આવી રહી છે. 

1.49 કરોડ કોલ્સને સફળ પ્રતિભાવ મળ્યો

19 ફેબ્રુઆરી, 2019ના રોજ કાર્યરત થયા પછી, ERSS-112 અંતર્ગત ગુજરાતમાં 1.49 કરોડથી વધુ ઇમરજન્સી કોલ સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા છે. જેમાંથી 69,477 કેસોમાં તાત્કાલિક સહાય માટે ટીમ મોકલી છે. જેનો એવરેજ પોલીસ રિસ્પોન્સ ટાઇમ 26 મિનટ અને 59 સેકન્ડનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now