Home International Elon Musk Meets Indian Buisness Leaders In Texas

મસ્ક સાથે ભારતીય બિઝનેસ લીડર્સની મુલાકાત : અગત્યના મુદ્દાઓ પર ચર્ચા

મસ્ક સાથે ભારતીય બિઝનેસ લીડર્સની મુલાકાત
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 06:36 AM IST

ડોનાલ્ડ ટ્રંપ ફરીવાર ચૂંટણી જીતવાથી ભારતની આશા અને અપેક્ષા વધી ગઈ છે. બંને દેશો વચ્ચેના સંબંધો અને વેપાર પણ યોગ્ય રીતે ચાલી રહ્યાં છે. માનવામાં આવે છે કે ટ્રંપ રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત અને સારા બનશે અને તેનાથી ભારતીય ઈકોનોમીને વધુ મજબૂતી મળશે. ટ્રંપના શપથ ગ્રહણ પહેલાં ટેસ્લાના CEO ઈલોન મસ્કે ટેક્સાસમાં તેમના સ્પેસ-X સ્ટારબેઝ પર ભારતીય બિઝનેસ લીડર્સ સાથે ખાસ મુલાકાત કરી.  ઈલોન મસ્ક USA અને ભારત વચ્ચે વેપાર વધારવા અને અવરોધો ઘટાડવાની દિશામાં ઈન્ડિયન બિઝનેસ લીડર્સના એક વિશેષ પ્રતિનિધિમંડળને મળ્યા. આ મીટિંગમાં મસ્કે ટેક્નોલોજી, સ્પેસ પાર્ટનરશિપ અને AI ઈનોવેશન વિષયે વિગતવાર ચર્ચા કરી હતી.

પ્રતિનિધિ મંડળમાં સામેલ હતા આ બિઝનેસમેન
સ્પેસ-X ઓફિસ ખાતે ભારતીય બિઝનેસ લીડર્સનું ડેલિગેશન હાજર હતું જેમાં જેમાં એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઈયા, કોટકના જય કોટક, ઈનોવ8 અને ઓયોના સ્થાપક રિતેશ મલિક, ફ્લિપકાર્ટના CEO કલ્યાણ રાણા, આદિત્ય બિરલા મેનેજમેન્ટના આર્યમન બિરલા હાજર રહ્યાં. આ તમામે ઈલોન મસ્ક સાથે ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને પોતાના વિચાર વ્યક્ત કર્યા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now