અમદાવાદ માં 9 સ્થળે EDના દરોડા. મુસ્લિમ બિલ્ડર નિશાન પર. ૫ સામે PMLA હેઠળ ફરિયાદ નોંધાઈ.
રાજ્યમાં કેટલીક વકફ મિલકતોમાં કથિત નાણાકીય ગેરરીતિઓ સાથે જોડાયેલી મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે ગુજરાતમાં અનેક દરોડા પાડ્યા હતા, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદ પોલીસ FIRના આધારે એજન્સી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ, મોહમ્મદ યાસર અબ્દુલહમિયા શેખ, મહેમૂદ ખાન જુમ્મા ખાન પઠાણ, ફેઝમોહમ્મદ પીર મોહમ્મદ ચોબદાર અને સાહીદ અહમદ યાકુભાઈ શેખ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
એજન્સીએ જણાવ્યું હતું કે આ આરોપીઓએ "ગેરકાયદેસર રીતે" કાંચ કી મસ્જિદ ટ્રસ્ટ અને શાહ બડા કાસમ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાનો દાવો કર્યો હતો. એજન્સીના અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા આરોપીઓ અને તેમના સહયોગીઓના અમદાવાદ ના લગભગ નવ પરિસરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, જ્યારે અમદાવાદ બહાર એક ફાર્મ હાઉસ પર પણ તપાસ કરવામાં આવી છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આરોપીઓએ "છેતરપિંડીભર્યા" લીઝ કરાર કર્યા હતા, ભાડૂઆતો પાસેથી ભાડું પડાવ્યું અને વકફ બોર્ડમાં ખોટા સોગંદનામા રજૂ કર્યા હતા. ફેડરલ તપાસ એજન્સી, ED ને શંકા છે કે આરોપીઓએ ટ્રસ્ટની જમીન પર દુકાનો બનાવી હતી અને ભાડું વસૂલ્યું હતું અને અંગત લાભ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વકફ બોર્ડ સામે "છેતરપિંડી અને કાવતરું" આચર્યું હતું જેના કારણે મોટા પ્રમાણમાં કાળા નાણાં નું ઉત્પાદન થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર દસ્તાવેજોના આધારે સંકળાયેલી અન્ય વ્યક્તિઓ અને નાણાંકીય વ્યવહાર કરનારા ઉદ્યોગપતિઓ સામે પણ તપાસ થઈ શકે છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





