Home Gujarat Ed Red Ahmedabad Police Waqf Bord Fir Enquiry Offbeatstories

અમદાવાદમાં 9 સ્થળે EDનાં દરોડા : 5 બિલ્ડરો સામે PMLA હેઠળ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી આદરી

અમદાવાદમાં 9 સ્થળે EDનાં દરોડા
Published by: OBS Bureau
Last Updated: May 06, 2025, 09:12 AM IST

રાજ્યમાં કેટલીક વકફ મિલકતોમાં કથિત નાણાકીય ગેરરીતિઓ સાથે જોડાયેલી મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મંગળવારનાં રોજ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જે મુજબ મળતી વિગતો મુજબ અમદાવાદનાં 5 મુસ્લિમ બિલ્ડરો સામે પોલીસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.


મળતી વિગત મુજબ અમદાવાદ પોલીસે એફઆઈઆરનાં આધારે એજન્સી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ, મોહમ્મદ યાસર અબ્દુલહમિયા શેખ, મહેમૂદ ખાન જુમ્મા ખાન પઠાણ, ફેઝમોહમદ પીર મોહમ્મદ ચોબદાર અને સાહીદ અહમદ યાકુભાઈ શેખ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ તકે એજન્સીએ જણાવ્યું હતું કે, આ આરોપીઓએ "ગેરકાયદેસર રીતે" કાંચ કી મસ્જિદ ટ્રસ્ટ અને શાહ બડા કાસમ ટ્રસ્ટનાં ટ્રસ્ટી હોવાનો દાવો કર્યો હતો. એજન્સીનાં અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા આરોપીઓ અને તેમના સહયોગીઓના અમદાવાદનાં લગભગ નવ પરિસરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે અમદાવાદ બહાર એક ફાર્મ હાઉસમાં પણ તપાસ કરવામાં આવી હોવાનું સુત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે.


જેમાં એવું બહાર આવ્યું હતું કે આરોપીઓએ "છેતરપિંડીભર્યા" લીઝ કરાર કર્યા હતા. ભાડૂઆતો પાસેથી ભાડું પડાવ્યું અને વકફ બોર્ડમાં ખોટા સોગંદનામા રજૂ કર્યા હતા. ફેડરલ તપાસ એજન્સીને શંકા છે કે આરોપીઓએ ટ્રસ્ટની જમીન પર દુકાનો બનાવી હતી અને ભાડું વસૂલ્યું હતું. ઉપરાંત અંગત લાભ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વકફ બોર્ડ સામે "છેતરપિંડી અને કાવતરું" આચર્યું હતું. જેના કારણે મોટા પ્રમાણમાં કાળા નાણાંની હેરાફેરી કરતાં હતા. જ્યારે આગામી દિવસોમાં આ દસ્તાવેજોનાં આધારે સંકળાયેલી અન્ય વ્યક્તિઓ અને નાણાંકીય વ્યવહાર કરનારા ઉદ્યોગપતિઓ સામે પણ તપાસ થઈ શકે તેમ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now