Home Gujarat Ed Raids Collectors Residence In Surendranagar

સુરેન્દ્રનગરમાં કલેક્ટરના નિવાસસ્થાને ED ના દરોડા : નાયબ મામલતદારના ઘરે પણ તપાસ, સરકારી તંત્રમાં હલચલ

સુરેન્દ્રનગરમાં કલેક્ટરના નિવાસસ્થાને ED ના દરોડા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 04:34 PM IST

Surendranagar ED Raid : સુરેન્દ્રનગર શહેરમાં આજે વહેલી સવારથી જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈ.ડી.)ની ટીમ દ્વારા અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેના કારણે શહેરમાં ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને વઢવાણ શહેરી વિસ્તારમાં રહેતા અને જિલ્લા ક્લેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કેટલાક સરકારી કર્મચારીઓના નિવાસસ્થાનો પર ઈ.ડી.ની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

ઈ.ડી.ના સરપ્રાઈઝ દરોડા

આ કાર્યવાહી દરમિયાન જિલ્લા ક્લેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના નિવાસસ્થાને પણ ઈ.ડી.ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ઉપરાંત, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે પણ વહેલી સવારથી ઈ.ડી. દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ટીમો દ્વારા દસ્તાવેજો, નાણાકીય લેવડદેવડ અને અન્ય રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

સરકારી તંત્રમાં હલચલ

પ્રાથમિક અનુમાન મુજબ, બેનામી સંપત્તિ તેમજ સરકારી નાણાકીય લેવડદેવડને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ઈ.ડી.ની અલગ અલગ ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, હાલ સુધી ઈ.ડી.ની ટીમ દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ઈ.ડી.ની આ અચાનક કાર્યવાહીથી સરકારી તંત્રમાં હલચલ જોવા મળી રહી છે અને સમગ્ર મામલે લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now