Home Gujarat Ed Raid In Fake Government Job Scam In 15 Cities Of 6 States

ગુજરાત સહિત 6 રાજ્યોમાં ED ના દરોડા : સરકારી વિભાગોના નામે ચાલતા સ્કેમ ગેંગ અંગે 15 શહેરો પર રેડ

ગુજરાત સહિત 6 રાજ્યોમાં ED ના દરોડા
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2026, 07:22 AM IST

દેશના ગુજરાત સહિત 6 રાજ્યો અને 15 શહેરોમાં ગુરુવારે સવારે ED ના દરોડા શરૂ થયા છે. ED ની આ રેડ સરકારી નોકરી અપાવવાના નામે ચાલતા સ્કેમ અંગે છે. આ હેઠળ એક સંગઠિત ટોળકી સરકારી નોકરી અપાવવાની લાલચે લોકોને છેતરતી હતી. તેમના તરફથી લોકોને નકલી ઓફર લેટર અને કોલ લેટર પણ આપવામાં આવતા હતા. ખાસ કરીને ભારતીય રેલવે અને 40 અન્ય સરકારી વિભાગોના નામે આ સ્કેમ ચાલતો હતો. રેલવે સિવાય પોસ્ટ વિભાગ, વન વિભાગ, ટેક્સ ડીપાર્ટમેન્ટ, હાઇ કોર્ટ, લોક નિર્માણ વિભાગ, બિહાર સરકાર, DDA અને રાજસ્થાન સચિવાલય વગેરેના નામે આ ઠગાઇ ચાલતી હતી.

આ ગેંગ નકલી ઈમેલ એકાઉન્ટ બનાવીને લોકોને નિયુક્તિ પત્ર મોકલતા હતા. મેઈલ એકદમ કોઈ સરકારી વિભાગ તરફથી મોકલવામાં આવ્યો હોય તેવા ઈમેલ એડ્રેસ તૈયાર કરવામાં આવતા હતા. એટલું જ નહીં લોકોમાં વિશ્વાસ પેદા કરવા માટે આ ફ્રોડ ગેંગે અમુક લોકોના એકાઉન્ટમાં 2 થી 3 મહિના સુધી પગાર પણ મોકલવામાં આવ્યો હતો. આ લોકોને RPF, TTE નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. આ લોકોને બેથી ત્રણ મહિના સુધી પગારના નામે પૈસા પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ નામ પર તેમની સાથે છેતરપિંડી કરતાં હતા. રેલવેમાં પણ ટેક્નિશિયન જેવી પોસ્ટ માટે આ છેતરપિંડી કરવામાં આવતી હતી.

6 રાજ્યોના 15 શહેરોમાં ED ની રેડ

હાલમાં ED આ મામલે ગુજરાત, બિહાર, બંગાળ, યુપી, તમિલનાડુ અને કેરળમાં દરોડા પાડી રહ્યું છે. આ 6 રાજ્યોના કુલ 15 શહેરોમાં ED ની રેડ ચાલુ છે. યુપીના ગોરખપુરમાં 2 સ્થળોએ દરોડા ચાલુ છે. આ સિવાય ઇલાહબાદમાં 1 લખનઉમાં પણ ED ની રેડ ચાલી રહી છે. બિહારમાં મુઝફ્ફરપુરમાં 1 અને મોતિહારીમાં પણ 2 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પણ આ ગેંગના 2 ઠેકાણાની પણ માહિતી મળી છે. આ સિવાઈ ચેન્નાઈ, રાજકોટમાં પણ દરોડા ચાલી રહ્યા છે. કેરળના પણ 4 શહેરોમાં રેડ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now