Ahmedabad ED investigation : ED એ ડ્રગ્સ સંબંધિત મામલે પણ કાર્યવાહી તેજ કરી છે. મિઝોરમ પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ દાખલ કરાયેલી ફરિયાદના આધારે ED એ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. મિઝોરમ પોલીસે છ વ્યક્તિઓ પાસેથી 1.41 કરોડ મૂલ્યનું 4.724 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું, જેના આધારે ED એ PMLA અંતર્ગત તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં અનેક સ્થળોએ સર્ચ
EDએ મિઝોરમ, અસામ અને ગુજરાત, આમ ત્રણે રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. ગુજરાતના અમદાવાદમાં અનેક સ્થળોએ સર્ચ કરવામાં આવી હતી. આ દરમિયાન EDની ટીમને રૂ. 35 લાખની રોકડ, ડિજિટલ ઉપકરણો અને તપાસ માટે ઉપયોગી એવા મહત્વના પુરાવાઓ મળ્યા છે.
ED ની મોટી કાર્યવાહી
ડ્રગ્સ નેટવર્ક અને નાણાંની હેરાફેરી વચ્ચેનો સંબંધ શોધવા EDની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મળેલા પુરાવાના આધારે વધુ લોકો સામે કાર્યવાહી થઈ શકે છે.






