Home Gujarat Echoes Of Bagdana Navneet Baldhis Attack Case Hit Gandhinagar

બગદાણા નવનીત બાલધિયાના હુમલા કેસના પડઘા ગાંધીનગર પડ્યાં : કોળી સમાજના MLA અને સમાજિક આગેવાનોની CM સાથે બેઠક, ન્યાયસંગત તપાસની માંગ

બગદાણા નવનીત બાલધિયાના હુમલા કેસના પડઘા ગાંધીનગર પડ્યાં
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 08:43 AM IST

Bagdana Navneet Baldhia case : બગદાણા ગામના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના કરાયેલા હુમલા મામલે હવે ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. માહિતી અનુસાર, નવનીત પર આઠ શખ્સો દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું અને હુમલાનું મુખ્ય કારણ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનું આક્ષેપ કરાયો છે.

કોળી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક

આ ઘટનાની તીવ્રતા વચ્ચે કોળી સમાજના ધારાસભ્યો અને આગેવાનો ગાંધીનગર પહોંચ્યા અને પ્રસરિત સ્થિતિ પર ચર્ચા કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું. તેમણે પરસોત્તમ સોલંકીના બંગલે જમાવડો કર્યો અને ત્યારબાદ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી. બેઠકમાં કોળી સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા અને તેઓએ યુવક પર થયેલા હુમલા સાથે સંબંધિત મુદ્દાઓ CM સામે રજૂઆત કરી હતી

ન્યાયસંગત તપાસની માંગ

બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સમાજના તમામ પક્ષોનો રાજકીય તેમજ સમાજિક આગેવાનો દ્વારા ન્યાયસંગત તપાસ તેમજ સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. કોળી સમાજના આગેવાનો અને ધારાસભ્યો દ્વારા આ પગલાંથી સમાજમાં ઊઠેલી ચિંતા અને આક્ષેપો જાહેર કરી પ્રશાસનને ધ્યાનમાં લાવવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now