કચ્છમાં સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યાં છે. આજે સવારે સાત વાગ્યાની આસપાસ ધોળાવીરા નજીક 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 26 કિમી દૂર નોંધાયું હતું. છેલ્લા નવ દિવસમાં કચ્છમાં 3થી વધુની તીવ્રતાના 4 આંચકા નોંધાયા છે. સતત આવી રહેલા ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
છેલ્લા 9 દિવસમાં 4 આંચકા
કચ્છમાં જુલાઈ માસમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહેતા એક જ મહિનામાં ત્રણથી વધુની તીવ્રતાના 7 જેટલા આંચકા નોંધાયા છે.28 જુલાઈ રાત્રે ખાવડાથી 40 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 3.2ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો. 31 જુલાઈએ સવારે 9 વાગ્યાની આસપાસ 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ બેલાથી 16 કિ.મી દૂર નોંધાયું હતું.






