Home Gujarat Earthquake Of Magnitude 4 3 Jolts Many Areas Including Kutch

કચ્છ સહિત અનેક વિસ્તારમાં ભૂકંપ : 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ

કચ્છ સહિત અનેક વિસ્તારમાં ભૂકંપ
Published by: OBS Bureau
Last Updated: Apr 22, 2025, 06:39 PM IST

રાજ્યમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે.ત્યારે ફરી એકવાર કચ્છનમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3  નોંધવામાં આવી છે. આંચકા 11.29 વાગ્યાની આસપાસ અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. 

મળતી માહિતી અનુસાર કચ્છમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ છે. આ સિવાય ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો છે. તેમજ પૂર્વ સહિત પશ્ચિમ કચ્છમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપને લઈને અનેક સ્થળે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now