નેપાળમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. જેની તીવ્રતા 5.0 હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 20 કિલોમીટર અંદર હતું. હાલમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તમને જણાવી દઈએ કે નેપાળ એ વિશ્વના સિસ્મિક વિસ્તારોમાંથી એક છે. અહીં હંમેશા ભૂકંપનો ભય રહે છે.
EQ of M: 5.0, On: 04/04/2025 19:52:53 IST, Lat: 28.83 N, Long: 82.06 E, Depth: 20 Km, Location: Nepal.
— National Center for Seismology (@NCS_Earthquake) April 4, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/DxUFnxRvc7
તમને જણાવી દઈએ કે 28 માર્ચ 2025ના રોજ મ્યાનમાર અને થાઈલેન્ડમાં 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપમાં સૌથી વધુ નુકસાન મ્યાનમારમાં થયું છે. મ્યાનમારમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 2000 લોકોના મોત થયા છે. 3000 થી વધુ લોકો ઘાયલ થયા છે. 28 માર્ચે મ્યાનમાર અને થાઈલેન્ડ સિવાય નેપાળ, ભારત અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, આ દેશોમાં કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી.






