Home National Early Monsoon India 2026 Imd Forecast

ભારતમાં આ તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદ! : ભીષણ ગરમી વચ્ચે આવ્યા રાહતના મોટા સમાચાર

Monsoon
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: May 25, 2026, 11:47 AM IST

Rain Forecast : સમગ્ર દેશમાં અત્યારે કાળઝાળ ગરમી અને અસહ્ય લૂના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે તાપમાનનો પારો સતત નવી સપાટી વટાવી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ તરફથી એક ખૂબ જ રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આ વર્ષે લોકોને ગરમીમાંથી મુક્તિ અપાવવા માટે સાઉથ-વેસ્ટ મોનસૂન (દક્ષિણ-પશ્ચિમ ચોમાસું) ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે પોતાના નિર્ધારિત સમય કરતાં ઘણું વહેલું દસ્તક આપવાનું છે.

ચોમાસાનું વહેલું આગમન : કેરળના કિનારે વહેલી એન્ટ્રી

સામાન્ય રીતે ભારતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત 1 જૂનની આસપાસ કેરળથી થતી હોય છે. પરંતુ આ વર્ષે હવામાનની બદલાયેલી સિસ્ટમને કારણે ચોમાસું પોતાના સામાન્ય સમય કરતાં અંદાજે 6 દિવસ પહેલા જ કેરળના કિનારે ટકરાઈ જશે. હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, 26 મેના રોજ જ કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ શકે છે. ચોમાસાની આ વહેલી પધરામણીને કારણે દક્ષિણ ભારતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી પણ ખૂબ જ તેજ થઈ ગઈ છે.

હવામાનની સાનુકૂળ પરિસ્થિતિ : સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ સમયે ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણમાં તમામ પરિસ્થિતિઓ સંપૂર્ણ રીતે સાનુકૂળ બનેલી છે. આગામી બેથી ત્રણ દિવસની અંદર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ-પૂર્વી અરબ સાગર, બંગાળની ખાડીના કેટલાક મહત્વના હિસ્સાઓ તેમજ અંડમાન દ્વીપ સમૂહ અને અંડમાન સાગરમાં આગળ વધવા માટે તૈયાર છે. ચોમાસાની ઉત્તરી સરહદ કોઈપણ અવરોધ વગર સતત પોતાના નક્કી કરેલા રૂટ પર આગળ વધી રહી છે, જે દેશ માટે ખૂબ જ સારા સંકેત છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી : ધોધમાર વરસાદનું એલર્ટ

ચોમાસાના વહેલા આગમનની જાહેરાત સાથે જ IMD એ દેશના અનેક રાજ્યોમાં ખાસ કરીને પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં મૂશળધાર વરસાદનું એલર્ટ જાહેર કરી દીધું છે. અસમ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. દક્ષિણ ભારતમાં કેરળ, માહે, કોસ્ટલ કર્ણાટક, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં 28 મે સુધી 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે આંધી સાથે વરસાદ પડશે. બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

70 કિમીની ઝડપે ફૂંકાશે પવન!: દેશના 15 રાજ્યોમાં વરસાદ અને આંધીનું અલર્ટ

ઉત્તર ભારતમાં લૂનો કહેર : તાપમાનમાં હજુ થશે વધારો

એક તરફ જ્યાં દેશના દક્ષિણ અને પૂર્વીય ભાગોમાં વરસાદી માહોલ શરૂ થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોને હજુ ગરમીથી કોઈ રાહ મળવાની નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તાપમાનમાં હજુ 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. પશ્ચિમી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભીષણ લૂ (Heatwave) નું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની અને હાઇડ્રેટેડ રહેવાની ખાસ સલાહ આપવામાં આવી છે.

ગરમીના પ્રકોપ વચ્ચે ચોમાસાએ પકડી રફતાર: દેશના અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે અતિભારે ભારે વરસાદ ચેતવણી! ગુજરાત સહિત 18 રાજ્યોમાં એલર્ટ

પહાડી વિસ્તારો માટે ચેતવણી : વીજળી અને કરા પડવાની આશંકા

મેદાની વિસ્તારોમાં ગરમીની વચ્ચે દેશના પહાડી રાજ્યોમાં પણ હવામાનનો મિજાજ પલટાવાનો છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આંતરિક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તરાખંડમાં 29 અને 30 મેના રોજ તીવ્ર વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાવાની આશંકા છે. આ સિવાય હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં 29 મેના રોજ ઓલાવૃષ્ટિ એટલે કે કરા પડવાનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે, જેથી પ્રવાસીઓને સાવચેત રહેવા જણાવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now