ભારતની સૌથી લોકપ્રિય શોપિંગ સાઇટ્સમાંની એક Meesho ટૂંક સમયમાં IPO માર્કેટમાં પ્રવેશ કરી શકે છે.
E - Commerce પ્લેટફોર્મ Meesho ટૂંક સમયમાં IPO માર્કેટમાં તેનો IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Meesho એ ગુપ્ત રીતે SEBI ને IPO માટે ડ્રાફ્ટિંગ પણ ફાઇલ કર્યું છે. આ માહિતી રોઇટર્સ દ્વારા ગુરુવારે આપવામાં આવી હતી.
ક્યારે લોન્ચ થશે IPO ?
કંપની આ IPO દ્વારા $497.30 મિલિયન એટલે કે રૂ. 4,250 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ IPOનું કદ રૂ. 8,500 કરોડ હોઈ શકે છે. તેમાં પ્રાથમિક મૂડી તેમજ ઓફર ફોર સેલ એટલે કે OFSનો ભાગ શામેલ છે. માહિતી અનુસાર, કેટલાક હાલના રોકાણકારો પણ OFS વિન્ડો હેઠળ તેમનો હિસ્સો ઘટાડે તેવી અપેક્ષા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, Meesho આ વર્ષે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં બજારમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
Meesho કંપનીએ આ ફાઇલિંગમાં માહિતી આપી હતી કે આ IPOમાં 4,250 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર અને કેટલાક હાલના શેરધારકો દ્વારા ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થશે.
Meesho એ તાજેતરમાં તેનું મુખ્ય મથક અમેરિકાથી ભારતમાં ખસેડવાની યોજના બનાવી છે. આ માટે, કંપનીએ પહેલા અમેરિકન કંપની તરીકે નોંધણી કરાવી હતી, પરંતુ તેના યુએસ યુનિટ Meesho.Inc નું પણ ભારતીય યુનિટ સાથે મર્જર કરવામાં આવ્યું છે. શેરબજારમાં લિસ્ટેડ થવા માટે કંપની માટે ભારતમાં સ્થળાંતર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગયા મહિને જ, જૂનમાં, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ Meesho ને તેનું મુખ્ય મથક ડેલાવેર, યુએસએથી ભારતમાં પાછું ખસેડવાની પરવાનગી આપી હતી.
Gold Silver Price Today: સોનામાં રૂ.3,650 અને ચાંદીમાં રૂ.10,000નો કડાકો, જાણો આજનો લેટેસ્ટ દર






