Home Gujarat Dwarka Charas Seized Rs 61 Lakh Sog Gujarat

દેવભૂમિ દ્વારકામાં દરિયાકાંઠેથી લાખોનું ચરસ જપ્ત : SOG ની પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી

દ્વારકામાંથી પકડાયેલું ચરસ
Published by: Chintan Chavda
Last Updated: May 16, 2026, 10:38 AM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં સતત સતર્ક પેટ્રોલિંગ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મોટી સફળતા મળી છે. દ્વારકાના રૂપેણ બંદર નજીક જોડીયાપીરની દરગાહ સામેના દરિયાકાંઠા પરથી અંદાજે ₹61.50 લાખ કિંમતનો ચરસનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ દરિયાઈ કરંટના કારણે કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે છેલ્લા કેટલાક સમયથી વિવિધ શંકાસ્પદ વસ્તુઓ અને માદક પદાર્થો તણાઈને આવી રહ્યા હોવાની આશંકા વચ્ચે પોલીસ તંત્રને વિશેષ સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી હતી. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને દેવભૂમિ દ્વારકા પોલીસ વડાની સૂચના બાદ સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ફૂટ પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યું ચરસનું પેકેટ

SOG ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તા. 15 મેના રોજ દ્વારકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા રૂપેણ બંદર નજીક જોડીયાપીર દરગાહ સામેના દરિયાકાંઠે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ પેકેટ જોવા મળ્યું હતું.

પોલીસે પેકેટની તપાસ કરતાં તેમાં ચરસ હોવાનું સામે આવ્યું હતું. કુલ 1.230 કિલોગ્રામ વજન ધરાવતા આ ચરસના જથ્થાની અંદાજિત કિંમત ₹61,50,000 ગણવામાં આવી છે. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને સમગ્ર જથ્થો કબ્જે કર્યો હતો.
'તંત્રના પાપે જનતાને હેરાન થવા દેવામાં નહીં આવે': વાઘોડિયા સેવા સદનમાં જનતાને ધરમધક્કા થતા MLA ધર્મેન્દ્રસિંહ ઉકળ્યા

અજાણ્યા શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ગુનો

આ મામલે દ્વારકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ માદક પદાર્થ દરિયાઈ માર્ગે ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોઈ આંતરરાજ્ય અથવા આંતરરાષ્ટ્રીય નશાકારોબારી ગેંગનો હાથ છે કે નહીં.

તાજેતરના સમયમાં ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી માદક પદાર્થોના જથ્થા મળી આવવાના બનાવોમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.
એકતા નગર જંગલ સફારીમાં ઉનાળાની ખાસ તૈયારી: 1500થી વધુ પ્રાણી-પક્ષીઓની ‘પરિવાર જેવી’ કાળજી

ગુજરાતના દરિયાકાંઠે વધતી ચિંતા

ગુજરાતનો લાંબો દરિયાકાંઠો વેપાર અને સુરક્ષા બંને દ્રષ્ટિએ મહત્વનો માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ અને માદક પદાર્થોની હેરાફેરીના કેસોમાં વધારો થતાં કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સતત એલર્ટ પર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now