Home Gujarat Duplicate Rope Seized From Mandvi

માંડવીમાંથી ડુપ્લિકેટ દોરી ઝડપાઈ : 916 રીલ જપ્ત, વેપારી સમસુ ખોજા વોન્ટેડ જાહેર

માંડવીમાંથી ડુપ્લિકેટ દોરી ઝડપાઈ
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 06:37 AM IST

Vadodara Duplicate Kite Runner : વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં ડુપ્લીકેટ પતંગદોરીના વેપારનો મોટો પર્દાફાશ થયો છે. પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ટીમે 9 અને 12 તારના લેબલ લગાવી ડુપ્લિકેટ પતંગદોરી વેચતા એક વેપારીને ઝડપી પાડ્યો છે. એસઓજી દ્વારા કરવામાં આવેલા દરોડા દરમિયાન મોલખાનામાંથી કુલ 916 રીલ પતંગદોરી કબજે કરવામાં આવી હતી, જેની અંદાજીત કિંમત રૂપિયા 7.27 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

916 રીલ પતંગદોરી કબજે કરવામાં આવી

મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને ગેરકાયદેસર પતંગદોરીના વેચાણ સામે ખાસ પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે માંડવી વિસ્તારમાં આવેલી રાજપરાની પોળમાં મોહંમદ મસૂદ મોહંમદ કાસીમ કલકત્તાવાલા 9 અને 12 તારના લેબલવાળી પતંગદોરી વેચી રહ્યો છે. પોલીસે તપાસ કરતા આ દોરીઓ હકીકતમાં માત્ર 4 તારની હોવાનું બહાર આવ્યું હતું.

વેપારી સમસુ ખોજાને વોન્ટેડ જાહેર કર્યો

આ બાતમીના આધારે એસઓજી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી મોહંમદ મસૂદ મોહંમદ કાસીમ કલકત્તાવાલાની ધરપકડ કરી હતી. તેની પાસેથી અલગ–અલગ કંપની અને માર્કાવાળી કુલ 916 રીલ પતંગદોરી કબજે કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અમદાવાદના કાલુપુર પતંગ માર્કેટના વેપારી સમસુ ખોજાને વોન્ટેડ જાહેર કર્યો છે. તેની ધરપકડ માટે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે એસઓજીના અધિકારીઓએ શહેરમાં ગેરકાયદેસર પતંગદોરીના વેચાણ સામે લોકો સહકાર આપે તેવી અપીલ પણ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now