Home Gujarat Due To The Negligence Of The Contractor Keshavpriya Project

ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા 27 વર્ષના યુવકનુ મોત : તંત્ર સામે રોષ, જવાબદાર કોણ?

ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા 27 વર્ષના યુવકનુ મોત
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2025, 05:41 AM IST

અમદાવાદના ખોખરા સ્મશાનના નવીનીકરણની કામગીરી દરમિયાન વીજ કરંટ લાગતા મુળ રાજસ્થાનના વતની એવા 27 વર્ષના યુવકનુ મોત નિપજયુ હતુ.યુવક ખાડામા ભરાયેલા પાણીનો તાગ મેળવવા ગયો હતો.તે સમયે વીજકરંટ લાગ્યો હતો.કોન્ટ્રાકટરને આ ઘટનાની જાણ કરવા છતાં તે સ્થળ ઉપર ઘટના બન્યાના એક કલાક પછી પણ પહોંચ્યો નહતો.

મળતી માહિતી અનુસાર ખોખરા સ્મશાનના નવીનીકરણને લઈ ખોદવામા આવેલા ખાડામાં પાણી ભરાયેલુ હતુ.આ સમયે પાણીનો તાગ મેળવવા ઉતરેલા હાલ ચાંદખેડા વિસ્તારમા રહેતા દીપક રાધેશ્યામ સેવતાની થ્રી ફેઈઝની ચાલુ વીજલાઈનમાંથી કરંટ લાગતા સ્થાનિક યુવકો બચાવ માટે આગળ તો આવ્યા હતા પરંતુ તેને બચાવી શકાયો નહતો.યુવકને જયારે બહાર કાઢી 108ને બોલાવવામા આવી આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now