Home Utilities Dual Whatsapp One Phone Without Third Party App Gujarati

બે નંબર, એક જ ફોન! : થર્ડ-પાર્ટી એપ વગર કેવી રીતે ચલાવશો બે WhatsApp? જાણો સૌથી સુરક્ષિત 3 રીતો

Dual WhatsApp
Published by: Suman Dabhi
Last Updated: Jul 28, 2026, 08:07 AM IST

Dual WhatsApp: આજકાલ મોટાભાગના લોકો એક સ્માર્ટફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. એક નંબર વ્યક્તિગત વાતચીત માટે અને બીજો ઓફિસ અથવા બિઝનેસ માટે. પરંતુ ઘણીવાર પ્રશ્ન થાય છે કે એક જ મોબાઇલમાં બે અલગ-અલગ WhatsApp એકાઉન્ટ કેવી રીતે ચલાવવાના? ઘણા લોકો તેના માટે થર્ડ-પાર્ટી એપ્સ ડાઉનલોડ કરે છે, જેનાથી ડેટા લીક અને પ્રાઇવસીનું જોખમ વધી શકે છે. સારી વાત એ છે કે હવે કોઈપણ અનધિકૃત એપની જરૂર નથી. WhatsApp અને સ્માર્ટફોન કંપનીઓએ જ એવા ફીચર્સ આપ્યા છે, જેના દ્વારા તમે સરળતાથી બે અલગ નંબરથી WhatsApp ચલાવી શકો છો.

WhatsAppનું 'Add Account' ફીચર

WhatsApp હવે એક જ એપમાં બે અલગ-અલગ એકાઉન્ટ ઉમેરવાની સુવિધા આપે છે.

કેવી રીતે કરશો?

  • WhatsApp ખોલો.

  • ઉપર જમણી બાજુ દેખાતા ત્રણ ડોટ (⋮) પર ટેપ કરો.

  • Settingsમાં જાઓ.

  • તમારા નામ અથવા પ્રોફાઇલ પર ટેપ કરો.

  • હવે Add Account વિકલ્પ પસંદ કરો.

  • બીજો મોબાઇલ નંબર દાખલ કરીને OTP દ્વારા વેરિફાય કરો.

ત્યારબાદ તમે જ્યારે ઇચ્છો ત્યારે એક જ એપમાં બંને એકાઉન્ટ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકો છો.

ફોનનું 'Dual Apps' અથવા 'App Clone' ફીચર

મોટાભાગના Android સ્માર્ટફોનમાં પહેલેથી જ Dual Apps, Clone App, App Twin અથવા Dual Messenger જેવા ફીચર્સ આપવામાં આવે છે.

આ રીતે ઉપયોગ કરો:

  • ફોનની Settingsમાં જાઓ.

  • Dual Apps, Clone Apps, App Twin અથવા સમાન વિકલ્પ શોધો.

  • તેમાં WhatsApp પસંદ કરીને ફીચર ચાલુ કરો.

  • હવે તમારા ફોનમાં WhatsAppનું બીજું આઇકન દેખાશે.

  • તેમાં બીજા નંબરથી લોગિન કરો.

આ રીતે બંને WhatsApp અલગ-અલગ એપ તરીકે કામ કરશે.

WhatsApp Business પણ છે શ્રેષ્ઠ વિકલ્પ

જો તમારો બીજો નંબર ઓફિસ અથવા બિઝનેસ માટે છે તો WhatsApp Business સૌથી સુરક્ષિત વિકલ્પ છે.

આ માટે:

  • Google Play Store અથવા Apple App Store પરથી WhatsApp Business ડાઉનલોડ કરો.

  • તમારો ઓફિસ અથવા બિઝનેસ નંબર તેમાં રજિસ્ટર કરો.

  • વ્યક્તિગત નંબર સામાન્ય WhatsAppમાં જ રાખો.

આથી પર્સનલ અને પ્રોફેશનલ ચેટ્સ સંપૂર્ણપણે અલગ રહેશે.

થર્ડ-પાર્ટી એપ્સથી દૂર રહો

ઘણા લોકો ઇન્ટરનેટ પરથી અનધિકૃત WhatsApp ક્લોન એપ્સ ડાઉનલોડ કરે છે, પરંતુ તે જોખમી બની શકે છે.

આવી એપ્સનો ઉપયોગ કરવાથી:

  • વ્યક્તિગત માહિતી ચોરી થઈ શકે છે.

  • બેન્કિંગ અથવા અન્ય સંવેદનશીલ ડેટા જોખમમાં આવી શકે છે.

  • તમારું WhatsApp એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.

  • ફોનમાં માલવેર અથવા વાયરસ આવી શકે છે.

તેથી હંમેશા WhatsAppના ઓફિશિયલ ફીચર્સ અથવા તમારા ફોનમાં ઉપલબ્ધ ઇન-બિલ્ટ ફીચર્સનો જ ઉપયોગ કરો.

આ પણ વાંચો: હેલ્મેટ પહેર્યું છે છતાં કપાશે ચલણ : આ બે ભૂલો તમને પડી શકે છે ભારે! જાણો નવા નિયમો

શા માટે આ રીતો વધુ સુરક્ષિત છે?

WhatsAppનું Add Account, ફોનનું Dual Apps ફીચર અને WhatsApp Business – ત્રણેય ઓફિશિયલ અને સુરક્ષિત વિકલ્પો છે. આ રીતોથી તમારો ડેટા સુરક્ષિત રહે છે અને અલગ-અલગ નંબર માટે સરળતાથી WhatsApp ચલાવી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now