Home Utilities Railway Ai Camera Laundry Linen Check Gujarati

હવે ટ્રેનમાં નહીં મળે ગંદી ચાદર કે તકિયો! : Railwayએ Laundryમાં તૈનાત કર્યા AI Camera

AI Camera, Indian Railways
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2026, 06:37 PM IST

ટ્રેનના AC કોચમાં મુસાફરી દરમિયાન ગંદી અથવા દાગવાળી ચાદર અને તકિયા મળવાની ફરિયાદો હવે ભૂતકાળ બની શકે છે. ભારતીય રેલવે મુસાફરોને વધુ સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત Linen ઉપલબ્ધ કરાવવા માટે હવે Artificial Intelligence (AI)નો સહારો લઈ રહી છે. કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપી છે કે Railway Laundryમાં હવે AI આધારિત Camera દ્વારા ચાદર, તકિયા અને અન્ય Linenની સફાઈની તપાસ કરવામાં આવશે. આ નવી ટેક્નોલોજી સેકન્ડોમાં નાનામાં નાનો દાગ પણ શોધી શકશે.

AI Camera હવે કરશે Linenની તપાસ

અહેવાલો અનુસાર ભારતીય રેલવેએ ટ્રેનમાં ઉપયોગમાં લેવાતી ચાદર, તકિયા અને અન્ય Linenની ગુણવત્તા સુધારવા માટે પુણે, જયપુર અને જોધપુર ડિવિઝનની Mechanized Laundryમાં AI આધારિત Cameraનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

આ Camera Laundryમાંથી ધોઈને બહાર આવતા દરેક કપડાની હાઈ-રિઝોલ્યુશન તસવીર લઈ તેની વિગતવાર તપાસ કરશે. જો કપડામાં દાગ, ગંદકી અથવા ગુણવત્તામાં કોઈ ખામી હશે તો AI સિસ્ટમ તેને તરત ઓળખી શકશે.

AI Camera કેવી રીતે શોધશે દાગ?

Laundryમાં Washing અને Finishing Process પૂર્ણ થયા પછી ચાદર અને તકિયા Conveyor Belt પરથી પસાર થાય છે. આ દરમિયાન AI Camera દરેક કપડાની તસવીર કૅપ્ચર કરે છે.

ત્યારબાદ AI Model તેનું વિશ્લેષણ કરે છે. આ સિસ્ટમને હજારો સ્વચ્છ અને દાગવાળા કપડાના ડેટા પર ટ્રેનિંગ આપવામાં આવી છે. જેના કારણે તે ચા, તેલ, જંગ, ધૂળ અથવા અન્ય પ્રકારના નાના દાગ પણ સરળતાથી ઓળખી શકે છે.

જો કોઈ Linen નક્કી કરાયેલા ગુણવત્તા ધોરણ મુજબ સ્વચ્છ ન હોય તો સિસ્ટમ તેને આપમેળે Reject Categoryમાં મૂકી દેશે. પરિણામે ગંદી ચાદર અથવા તકિયો મુસાફરો સુધી પહોંચવાની શક્યતા ઘણી ઘટી જશે.

Whito-Meterથી માપવામાં આવશે સફેદપણું

AI Camera ઉપરાંત Railway Laundryમાં Whito-Meter નામના વિશેષ ડિજિટલ ઉપકરણનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Whito-Meter કપડાની સપાટી પર ખાસ પ્રકારનો પ્રકાશ ફેંકે છે અને પછી માપે છે કે કપડું કેટલો પ્રકાશ પરાવર્તિત (Reflect) કરે છે અને કેટલો શોષી લે છે.

આ આધારે ઉપકરણ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કપડાની સફેદી અને સ્વચ્છતાનો સ્કોર તૈયાર કરે છે. જેના આધારે નક્કી થાય છે કે Linen મુસાફરોને આપવા યોગ્ય છે કે નહીં.

CCTV દ્વારા પણ રહેશે સતત દેખરેખ

Railway Laundryમાં સમગ્ર Washing અને Inspection Process પર સતત નજર રાખવા માટે CCTV Camera પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. તેના કારણે Linen Handling, Washing અને Quality Checkની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક અને જવાબદાર બની શકે છે.

મુસાફરોને શું મળશે લાભ?

દર વર્ષે લાખો મુસાફરો AC કોચમાં મુસાફરી કરે છે. ઘણી વખત ગંદી ચાદર, દાગવાળા તકિયા અથવા અપૂર્ણ રીતે ધોયેલા Linen અંગે ફરિયાદો સામે આવતી રહી છે.

AI આધારિત આ નવી વ્યવસ્થા અમલમાં આવ્યા પછી મુસાફરોને વધુ સ્વચ્છ Linen મળવાની શક્યતા વધશે. સાથે જ Manual Inspection પરનો આધાર ઘટશે અને તપાસ વધુ ઝડપી તથા ચોકસાઈભરી બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now