Home Gujarat Drunk Psi Causes Serious Accident In Mahisagar

મહીસાગરમાં નશાખોર PSIએ સર્જ્યો ગંભીર અકસ્માત : વૃદ્ધને મારી ટક્કર, નશામાં ધૂત PSI પોલીસ હવાલે

મહીસાગરમાં નશાખોર PSIએ સર્જ્યો ગંભીર અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2026, 01:36 PM IST

મહીસાગર જિલ્લામાં એક નશાખોર PSI દ્વારા સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતથી ભારે ચકચાર મચી ગઈ છે. લુણાવાડાના ભાયાસર હાઈવે પર દારૂના નશામાં ધૂત PSIએ ગફલતભરી રીતે કાર હંકારી એક વૃદ્ધને ટક્કર મારી હતી અને બાદમાં બીજી એક ફોર વ્હીલર ગાડીને પણ અડફેટે લીધી હતી. આ ઘટના બાદ મહીસાગર પોલીસ વડાએ તાત્કાલિક અસરથી સંબંધિત PSIને સસ્પેન્ડ કરી દીધા છે.

PSIએ નશામાં કાર ચલાવી સર્જ્યો અકસ્માત

પ્રાપ્ત માહિતી મુજબ, લુણાવાડા પોલીસ ક્વાર્ટરમાં રહેતા અને હેડ ક્વાર્ટરમાં PSI તરીકે ફરજ બજાવતા એચ.જી.ખરીદી દારૂના નશામાં કાર ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ભાયાસર હાઈવે પર રોડની સાઈડમાં કામ કરી રહેલા 60 વર્ષીય મનસુખભાઈ નાયકને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે વૃદ્ધને બંને પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. વૃદ્ધને ટક્કર માર્યા બાદ પણ નશામાં ધૂત PSIએ કાર પર કાબૂ ન રાખતા અન્ય એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડીને પણ અડફેટે લીધી હતી. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ નશાની હાલતમાં રહેલા PSIને કાબૂમાં લઈને પોલીસને હવાલે કર્યો હતો.

PSI વિરુદ્ધ ગુનો નોંધાયો

ઇજાગ્રસ્ત મનસુખભાઈ નાયકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે લુણાવાડા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે લુણાવાડા પોલીસે નશાખોર પીએસઆઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પોલીસ દ્વારા તેમના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. નશાની હાલતમાં પોલીસ અધિકારી દ્વારા અકસ્માત સર્જાતા પોલીસ વિભાગની છબી પર પ્રશ્નાર્થ ઊભા થયા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓએ કડક કાર્યવાહી કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો સૌ માટે સમાન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની