Home Gujarat Drunk Car Driver Hits Woman In Ahmedabad

હિડ એન્ડ રન : અમદાવાદમાં નશેડી કાર ચાલકે મહિલાને લીધી અડફેટે

હિડ એન્ડ રન
Published by: OBS Bureau
Last Updated: May 18, 2025, 11:24 AM IST

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારના વસુધારા ગાર્ડન પાસે આજે મોડી રાત્રે હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. એક નશામાંધ કાર ચાલકે રસ્તા પર ચાલતી મહિલાને ટક્કર મારી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને તાત્કાલિક નજીકના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક લોકો ના જણાવ્યા અનુસાર કાર ચલાવનાર વ્યક્તિ સ્પષ્ટ રીતે નશામાં હતો. ટક્કર માર્યા બાદ કારચાલક પુર ઝડપે વસુધારા ગાર્ડન પાસેના મુખ્ય રોડ પરથી ભાગી ગયો. આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને ઘાયલ મહિલાને મદદ કરી હતી. પોલીસે કાર અને કારચાલકની ઓળખ કરવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ખંગાળવાની કામગીરી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સ્થાનિક જ હોય તેવી શક્યતા છે.

PIના જણાવ્યા મુજબ “અમે હિટ એન્ડ રનની ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. ડ્રાઇવરને પકડવા માટે સીસીટીવી ફૂટેજ સહિત તમામ ટેક્નિકલ સુનાવણીઓ હાથ ધરવામાં આવી રહી છે. આરોપી પર IPC 279, 337, 338 અને 185 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે,” – સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now