ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત ATSની ટીમ દ્વારા સંયુક્ત રીતે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં મોટી સફળતા મળી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત ATS એ 12-13 એપ્રિલની રાત્રે સંયુક્ત કાર્યવાહીમાં દરિયાઈ માર્ગે દાણચોરી કરવામાં આવી રહેલા ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 300 કિલોગ્રામથી વધુ માદક દ્રવ્યો મળી આવ્યા છે, જેની કિંમત આશરે 1800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ નશાકારક પદાર્થ મેથામફેટામિન (Methamphetamine) હોવાની શક્યતા છે. જોકે આ સંદર્ભમાં હજુ તપાસ ચાલુ છે.
ગુજરાત ATS તરફથી ICG ને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ઓપરેશન આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક હાથ ધરવામાં આવ્યું હતું. પછી પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા કોસ્ટ ગાર્ડ જહાજે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને શંકાસ્પદ બોટને ઓળખવામાં સફળ રહ્યા હતા.
કોસ્ટ ગાર્ડને જોતાં જ નશીલો પદાર્થ નદીમાં ફેંક્યો:
બોટ પર સવાર તસ્કરોને ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજને જોતા જ તેમણે ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી દીધો અને IMBL તરફ દોડવા લાગ્યા. કોસ્ટ ગાર્ડે દરિયામાં ફેંકાયેલા માલની શોધ માટે તેમણે નાની હોડી દરિયામાં ઉતારીને શરૂ કરી જ્યારે મુખ્ય જહાજે દાણચોરોનો પીછો કર્યો.
જોકે બોટ IMBL પાર કરી ગઈ હતી, જેના કારણે કોસ્ટ ગાર્ડને અભિયાન રોકવું પડ્યું. પરંતુ દરિયામાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન ટીમે માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો, જેને હવે તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યો છે. આ કામગીરી તાજેતરના વર્ષોમાં ICG અને ATS દ્વારા 13મી મોટી સંયુક્ત સફળતા છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે આ એજન્સીઓની મજબૂત ભાગીદારી દર્શાવે છે.
13મી મોટી કાર્યવાહી:
છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતમાં આવી ઘણી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ વિભાગના જણાવ્યા અનુસાર આ 13મી વખત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ પછી પણ દાણચોરો પોતાનો માલ પહોંચાડવાની તકની રાહ જોતા રહે છે. જોકે કોસ્ટ ગાર્ડ કડક નજર રાખી રહ્યું છે, જેના કારણે દાણચોરોના પ્લાન સફળ થઈ રહ્યા નથી.
The Modi govt is rooting out drug networks ruthlessly.
In the ceaseless pursuit of building a drug-free Bharat, a monumental feat was achieved by seizing 300 kg of narcotics worth ₹1800 crore near the international maritime border. This operation, in the seas, is a shining…
— Amit Shah (@AmitShah) April 14, 2025






