Home Gujarat Drugs Seized Near Vishala Hotel In Ahmedabad

અમદાવાદમાં વિશાલા હોટલ પાસે ડ્રગ્સ ઝડપાયો : SOG એ 23 લાખના MD ડ્રગ્સ સાથે એકને દબોચ્યો, કડક પૂછપરછ હાથ ધરાઈ

અમદાવાદમાં વિશાલા હોટલ પાસે ડ્રગ્સ ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2025, 02:51 PM IST

Ahmedabad Drugs Caught : અમદાવાદ શહેરમાં નશાના જથ્થા સામે SOGએ ફરી એક સફળ કામગીરી હાથ ધરી છે. શહેરના વિશાલા હોટલ નજીક, વિશાલા ત્રણ રસ્તા પાસેથી SOGએ છાપો મારી MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો.

23 લાખ 55 હજાર રૂપિયાનો ડ્રગ્સ જપ્ત

કાર્યવાહી દરમિયાન SOGએ 234 ગ્રામ MD ડ્રગ્સ સાથે શાહિદ અલી નામના આરોપીને રંગેહાથ પકડી પાડ્યો છે. મળેલા ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલનું કુલ મૂલ્ય 23 લાખ 55 હજાર રૂપિયા જેટલું છે.

SOG દ્વારા આરોપીની પૂછપરછ હાથધરાઈ

આ કાર્યવાહી નશાના વપરાશ અને વેંચાણ કરનારાઓ સામે કડક પગલાં લેવાના શહેર પોલીસના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. SOG દ્વારા આરોપીની પૂછપરછ ચાલુ છે અને ડ્રગ્સ સપ્લાય ચેઇનમાં બીજાં કોની સંડોવણી છે તેની દિશામાં તપાસ વિસ્તારી દેવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મારી પત્નીના પૂર્વ ગૃહમંત્રી સાથે અનૈતિક સંબંધો...!!
Offbeat Exclusive: PMOમાં ફરિયાદ બાદ ધમેન્દ્ર હેરમાની હકાલપટ્ટી
વડોદરા 'કલાનગરી' માંથી બની 'મચ્છરનગરી'
કચ્છની રાજનીતિમાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર
હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા