Home Gujarat Drone Video Of Chandola Lake After Demolition New Video

12000થી વધુ દબાણો દૂર કરી કરાઈ ચંડોળાની ગેમઓવર! : રોજના 100 ટ્રકો અને JCB 3000 મેટ્રિક ટનથી વધુ કાટમાળ હટાવી ફરી તૈયાર કરશે ઐતિહાસિક ચંડોળા તળાવ

12000થી વધુ દબાણો દૂર કરી કરાઈ ચંડોળાની ગેમઓવર!
Play Video
Published by: OBS Bureau
Last Updated: May 25, 2025, 12:23 PM IST

Drone Video of Chandola Lake After Demolition: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર પાકિસ્તાનના આતંકીઓ દ્વારા કરાયેલાં હુમલા બાદ ભારત સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે દેશના કોઈપણ ખૂણામાં રહેતાં ઘૂસણખોરોને ખદેડવામાં આવી રહ્યાં છે.

ત્યારે વર્ષોથી અમદાવાદમાં ઘૂસણખોરી કરીને શહેરના ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ કરીને રહેતા બાંગ્લાદેશીઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં તંત્ર દ્વારા ઈતિહાસનું સૌથી મેગાડિમોલિશન હાથ ધરીને અત્યાર સુધીમાં ચંડોળા તળાવમાંથી અંદાજે 12000 કરતા વધારે ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યાં છે. હવે તેના કાટમાળને ખસેડ઼ીને ત્યાં ફરી એકવાર ઐતિહાસિક ચંડોળા તળાવ ઉભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


આ કામગીરીનો એક વીડિયો હાલ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ટ્વવીટર હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છેકે, તંત્રની મેગાડિમોલિશનની કામગીરી બાદ ચંડોળામાં ગેરકાયદે બાંધકામોની ગેમઓવર થઈ ગઈ છે. બાંગ્લાદેશીઓના ગેરકાયદે દબાણોથી ડટાયેલું ચંડોળાનું તળાવ હાલ સફાચટ મેદાન સમાન બની ગયું છે.

આ કામગીરી માટે રોજ 100થી વધારે ટ્રકો અને એસીબી મશીનોને કામે લગાવવામાં આવ્યાં છે. જેના થકી રોજ ચંડોળાના તળાવમાંથી લગલભ 3000 મેટ્રિક ટન કરતા વધારે કાટમાળ દૂર કરીને તળાવને પહેલાંની જેમ ઉંડું કરવામાં આવશે. સાથે જ તળાવમાંથી નીકળતી માટીનો ગ્યાસપુરના વનીકરણ પ્રોજેક્ટમાં ઉપયોગ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now