logo-img
Driver Dies After Being Hit By Dumper In Ahmedabad

અમદાવાદમાં ડમ્પરની ટક્કરે વાહનચાલકનું મોત : સ્થાનિકોમાં રોષ, અકબર ટાવરની ઘટના

અમદાવાદમાં ડમ્પરની ટક્કરે વાહનચાલકનું મોત
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 21, 2026, 06:22 AM IST

અમદાવાદ શહેરમાં ફરી એકવાર બેફામ દોડતા ડમ્પરનાં કારણે નિર્દોષ યુવાને જીવ ગુમાવવાનો દુઃખદ બનાવ સામે આવ્યો છે. શહેરના રોયલ અકબર ટાવર નજીક બનેલા આ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાવી દીધી છે. માહિતી મુજબ, એક યુવાન પોતાના મોપેડ પર સામાન્ય રીતે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક ઝડપથી આવી રહેલા ડમ્પરે તેની મોપેડને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.

અમદાવાદમાં ડમ્પરની ટક્કરે વાહનચાલકનું મોત

અકસમાત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, આ વિસ્તારમાં ડમ્પરો લાંબા સમયથી બેફામ ઝડપે દોડે છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવે છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અનેક વખત રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા પૂરતી કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

સ્થાનિક ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી અકસ્માત કેવી રીતે બન્યો તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. આ દુઃખદ ઘટનાએ શહેરમાં ફરી એકવાર બેફામ દોડતા ભારે વાહનો સામે કડક પગલાં લેવાની જરૂરિયાત ઊભી કરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now