Home Gujarat Dri Seizes Drugs Worth Rs 22 Crore From Valsad

વલસાડમાંથી DRI એ 22 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું : એક વર્ષથી ફેક્ટરી ધમધમી રહી હતી, માલિક સહિત ત્રણ ઝડપાયા

વલસાડમાંથી DRI એ  22 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
Published by: OBS Bureau
Last Updated: Nov 06, 2025, 10:20 AM IST

વલસાડ જિલ્લામાં DRI દ્વારા રાત્રિના અંધારામાં ચલાવવામાં આવેલા ઓપરેશન “વ્હાઈટ વોશ” હેઠળ મોટાપાયે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ કામગીરી દરમિયાન અધિકારીઓએ કુલ ₹22 કરોડના ડ્રગ્સ અને રસાયણો જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

DRIની મોટી કાર્યવાહી સામે આવી

માહિતી અનુસાર, વલસાડ તાલુકાના ધોબી કુવા ગામે આવેલી એક ફેક્ટરીમાંથી આ મોટું ડ્ર્ગ્સનો રેકેટ બહાર આવ્યું છે. DRIની ટીમે ત્યાંથી 9.55 કિલો અલ્પ્રાઝોલમ, 104.15 કિલો અલ્પ્રાઝોલમ અર્ધ-તૈયાર સ્વરૂપ અને 431 કિલો કાચો માલ સહિતનો જથ્થો ઝડપ્યો હતો. કાચા માલમાં પી-નાઈટ્રોક્લોરોબેન્ઝીન, ફોસ્ફરસ પેન્ટાસલ્ફાઇડ, ઇથિલ એસિટેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ જેવા મુખ્ય રસાયણોનો સમાવેશ થાય છે, જે નશીલા પદાર્થોના ઉત્પાદન માટે વપરાય છે.

ગેરકાયદે ડ્રગ્સની ફેક્ટરી ચલાવી રહ્યા હતા

DRIની તપાસમાં ખુલ્યું છે કે, ફેક્ટરીના માલિક ચંદ્રકાન્ત કે છેડા અને અશોક મુળજી પીઠારીયા કોઈ પણ પ્રકારની લાયસન્સ વિના છેલ્લા એક વર્ષથી આ ગેરકાયદે ફેક્ટરી ચલાવી રહ્યા હતા. DRIની ટીમે બંને માલિકો સાથે બે કર્મચારીઓને પણ ધરપકડ કરી છે. મોડી રાત્રે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા છે. DRI હવે ફેક્ટરી સાથે સંકળાયેલા સપ્લાય ચેઇન, અન્ય સહયોગી વ્યક્તિઓ અને આ નેટવર્કના આંતરરાજ્ય જોડાણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
Play Video